Ahmedabad

ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી બે દિ’માં આઠ સભા ગજવશે

અમદાવાદ, તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૭ અને તા.૨૯ નવેમ્બર એમ બે દિવસ ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાતે આવશે. આ બે દિવસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિવિધ સ્થળોએ આઠ જેટલી જાહેરસભાઓ સંબોધશે. પાર્ટીના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારે ગરીબ કલ્યાણકારી નીતિઓના કારણે ગૌરવ અને સન્માનનું વાતાવારણ પ્રસ્થાપિત કર્યું છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને દિપાવી છે. ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૭ અને તા.૨૯ નવેમ્બર એમ બે દિવસ દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવશે અને રાજયના વિવિધ સ્થળોએ આઠ જેટલી જાહેરસભા સંબોધશે.
મોદી જે સ્થળોએ જાહેરસભા સંબોધવાના છે તે સ્થળે આસપાસના અન્ય વિધાનસભા ક્ષેત્રોને પણ આવરી લેવાશે. એટલે કે, ત્યાંથી પણ સ્થાનિક લોકો, ગ્રામજનો અને ભાજપના કાર્યકરો-આગેવાનો આ સભાઓમાં જોડાશે. તા.૨૬મીએ સાંજથી ભાજપના સ્ટાર પ્રચારકો રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, શિવરાજસિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ, વસુંધરારાજે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, હેમામાલિની, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ ગુજરાતભરના વિવિધ જિલ્લા-તાલુકાઓ ઘમરોળશે અને ગુજરાતની પ્રજાને જાહેરસભા સંબોધી ભાજપનો પ્રચાર-પ્રસાર કરશે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ગુજરાત વિકાસની હાંસી ઉડાવાય છે કારણ કે, કોંગ્રેસમાં હતાશા છવાઇ ગઇ છે. સોશ્યલ મીડિયાનો કોંગ્રેસ દૂરપયોગ કરી રહી છે. મોદી જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર કરનાર છે. પાટીદારોના ગઢમાં પણ પ્રચાર કરનાર છે. મોદી ૨૭મી નવેમ્બરના દિવસે ભુજ, કામરેજમાં રેલી છે. ૨૯મી નવેમ્બરના દિવસે નવસારી, ૫ાલીતાણા પ્રાચી, અને મોરબીમાં રેલી કરશે.
ત્યારબાદ ત્રીજી અને ચોથી ડિસેમ્બરના દિવસે રાજ્યના પ્રવાસે આવશે. સમગ્ર કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે મોદી સૌરાષ્ટ્રમાં ૧૧ રેલી કરનાર છે. દક્ષિણ ગુજરાતમાં ચાર રેલી કરશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.