વન-ડે સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

લંડન, તા.૩૦
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) ભારત સામે રમાનારી ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે બેન સ્ટોક્સનો ૧૪ સભ્યોની ટીમમાં સમાવેશ કર્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારત આગામી ૧ર જુલાઈથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમશે. સ્ટોકસના પુનરાગમન કરવાથી બિલિંગ્સને બહાર બેસવું પડ્યું છે. સ્ટોક્સ જો વન-ડે સિરીઝ શરૂ થતા પહેલા પૂરી રીતે ફીટ નહીં થાય તો ભારત વિરૂદ્ધ ત્રણ મેચોની ટ્‌વેન્ટી-ર૦ સિરીઝમાં પુનરાગમન કરશે. ટીમ : મોર્ગન (કપ્તાન), મોઈનઅલી બેયરસ્ટો, જેક બાલ, બટલર, ટોમ કુરેન, હેલ્સ, પ્લન્કટ, આદિલ રશીદ, રૂટ, રોય, સ્ટોક્સ, ડેવિડ વિલી, માર્ક વુડ.

ઈંગ્લેન્ડ શ્રેણીનો કાર્યક્રમ

ત્રીજી જુલાઈના દિવસે માન્ચેસ્ટરમાં પ્રથમ ટ્‌વેન્ટી
છઠ્ઠી જુલાઈના કાર્ડડિફમાં બીજી ટ્‌વેન્ટી
૮મી જુલાઈના દિવસે બ્રિસ્ટોલમાં ત્રીજી ટ્‌વેન્ટી
૧૨મી જુલાઈના દિવસે નોટિંગહામમાં પ્રથમ વનડે
૧૪મી જુલાઈના દિવસે લંડનમાં બીજી વનડે
૧૭મી જુલાઈના દિવસે લીડ્‌ઝમાં ત્રીજી વનડે
પહેલી ઓગસ્ટના દિવસે બર્મિંગ્હામમાં પ્રથમ ટેસ્ટ
૯મી ઓગસ્ટના દિવસે લંડનમાં બીજી ટેસ્ટ
૧૮મી ઓગસ્ટથી નોટિંગ્હામમાં ત્રીજી ટેસ્ટ
૩૦મી ઓગસ્ટથી સાઉથમ્પટમાં ચોથી ટેસ્ટ
૭મી સપ્ટેમ્બરથી લંડનમાં પાંચમી ટેસ્ટ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks