યુરોપિયન કોર્ટે હિજાબ મુદ્દે ધાર્મિક ચિહ્ન પ્રતિબંધને યથાવત રાખ્યો

(એજન્સી)                            તા.૧પ

નોકરિયાત મહિલાઓના માથે હેડ સ્કાર્ફ કે હિજાબ પહેરવા અંગે યુરોપિયન સંઘની ઉચ્ચ ન્યાયલયે મંગળવારે નિર્ણય જાહેર કરતાં ક્હ્યું કે નિયોજક કે સંસ્થોઓએ કર્મચારીઓને ધાર્મિક ચિહ્ન સ્વરૂપ વસ્તુઓ પહેરતા અટકાવી શકે છે.

ડચ રાષ્ટ્રમાં ચૂંટણી પહેલા  મુસ્લિમ શરણાર્થીઓ એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. યુરોપમાં પણ શરણાર્થીઓ વિશે નીતિઓ ઘડવામાં આવી રહી છે. બેલ્જિયમ અને ફ્રાંસમાં નોકરી કરતી મુસ્લિમ મહિલાઓને હેડસ્કાર્ફ ન ઉતારવા બદલ હાંકી કાઢવામાં આવી હતી. આ મુદ્દે કોર્ટ ઓફ જસ્ટિસે ચુકાદો આપતા કહ્યું કે આતંરિક કાયદા પ્રમાણે જો રાજનૈતિક, ધાર્મિક ચિહ્ન સ્વરૂપ વસ્તુઓ પર જો પ્રતિબંધ મૂકવામાં આવે તો એ ભેદભાવ નથી. આ પ્રકારના કાયદાની ગેરહાજરીમાં કંપનીના માલિક ગ્રાહકોની અનુકૂળતા પ્રમાણે કર્મચારીઓને વસ્ત્રો કે અન્ય વસ્તુઓ પહેરવાનું કહી શકે છે. એટલે હેડસ્કાર્ફ કે હિજાબ ન પહેરવાથી કોઈ ભેદભાવ થતું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts