સરકારનો ચૂંટણીપંચ સામે વિરોધાભાસ, કહ્યું EVM/VVPATમાં ખરાબી માટે ગરમ હવામાન જવાબદાર નથી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ચાલુ વર્ષમાં મે મહિનામાં થયેલ કૈરાનામાં લોકસભા પેટાચૂંટણી દરમિયાન ઈવીએમ અને વીવીપેટ મશીનોમાં ખરાબીનું કારણ ગરમ હવામાન ન હતું. જ્યારે આના વિપરીત ચૂંટણી પંચે મશીનોમાં ખરાબીનું કારણ ગરમ હવામાન ગણાવ્યું હતું. આ જાણકારી કાયદા રાજ્યમંત્રી પી.પી.ચૌધરીએ રાજ્યસભામાં આપી હતી સાથે સરકારે એપ્રિલ-મે ર૦૧૯ના રોજ થનાર લોકસભા ચૂંટણીમાં મતદાન માટે કોઈ અન્ય રીત ઉપયોગમાં લાવવાની સંભાવનાને પણ ખારિજ કરી દીધી હતી. મંત્રીએ કહ્યું કે, ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) અને વોટર વેરીફિએબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ)ના ઘણા પરિક્ષણો બાદ ચૂંટણી આયોગે બધા મશીનોને સારી હાલતમાં ગણાવ્યા છે. ચૌધરી વિપક્ષના સાંસદ નીરવ શેખર, જાવેદ અલીખાન અને રવિપ્રકાશ વર્મા આ સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ સભ્યોને જાણવું હતું કે, એપ્રિલ-મેની ગરમીમાં ઈવીએમ અને વીવીપેટ ખરાબ હોવાની સમસ્યાને કારણ વિકલ્પના રૂપમાં કયા બીજા રસ્તા શોધવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે, વોટિંગ મશીનોમાં ખરાબી થવાની કોઈ આશંકા નથી. તેઓએ ર૮ મેના રોજ થયેલ પેટાચૂંટણીના દિવસે ઉપયોગમાં લેવામાં આવેલ મશીનો વિશે જણાવ્યું કે, કુલ ર૦પ૬ ઈવીએમ અને વીવીપેટ મશીનો ઉપયોગમાં લેવામાં આવી હતી. આમાંથી સાત ઈવીએમ અને ૩૮૮ વીવીપેટ મશીનો ખરાબ થઈ. તેઓને કેટલાક સમયમાં બદલી દેવામાં આવી. પેટાચૂંટણી બાદ ચૂંટણી આયોગે જણાવ્યું કે, વીવીપેટ મશીનો પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં ઉપયોગ કરવામાં આવ્યા. મતદાન કર્મચારીઓને તેમના કાર્ય કરવાની રીતની જાણકારી ન હતી. તાપમાન વધારે હોવાથી સૂર્યના કિરણો સીધા સંપર્કમાં આવતા અને સારી રીતે ન રાખવાને કારણે મોટી સંખ્યામાં વીવીપેટ મશીનો ખરાબ થયા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks