ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા

(એજન્સી) સાન ફ્રાન્સિસ્કો, તા.૭
ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ રોકાણકાર વૉરેન બફેટને પછાડીને દુનિયાના ત્રીજા નંબરનાં સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે. માત્ર ૩૪ વર્ષના ઝકરબર્ગે આ સાબિત કર્યુ છે કે, કેવી રીતે ટેક્નોલોજીની મદદથી ધન એકત્ર કરી શકાય છે. દુનિયાના અમિરોની યાદીમાં ઝકરબર્ગ માત્ર એમેઝોનનાં ફાઉન્ડર અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સથી પાછળ છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સના મતે શુક્રવારના રોજ ફેસબુકના શેરમાં ૨.૪ ટકાના વધારના કારણે ઝકરબર્ગની સંપત્તિમાં વૃદ્ધિ થઇ છે. ઝકરબર્ગની સંપત્તિના આંકડાહાલમાં ૮૧.૮ અરબ ડૉલરની પાર પહોંચી ગયો છે, જે બફેટની સંપત્તિથી ૩૭૩ મિલિયન ડૉલર વધારે છે. ઝકરબર્ગની સંપત્તિમાં તેજીથી થયેલ આ વધારો રોકાણકારો તરફથી ફેસબુક પર વધારવામાં આવેલ વિસ્વાસનું પરિણામ છે. જોકે, આ વર્ષે ફેસબુકને ડેટા લિક મામલાનો પણ સામનો કરવો પડ્યો છે. આ કારણે સોશિયલ નેટવર્કિંગ કંપનીના શેર ૨૭ માર્ચે ૧૫૨.૨૨ ડૉલર પોતાના ૮ મહિનાનાં સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો હતો. જ્યારે શુક્રવારે માર્કેટ ક્લોજીંગ સુધીમાં ફેસબુકના શેર ૨૦૩.૨૩ અમેરિકન ડૉલરના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks