જૂનાગઢ શહેર-જિલ્લામાં જુગારધામ ઉપર પોલીસ ત્રાટકતા ફેલાયો ફફડાટ

જૂનાગઢ, તા. ૩૦
જૂનાગઢ એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ પુંજાભાઈ મેરખીભાઈ અને સ્ટાફે કાલેજ ગામે સીમ વિસ્તારમાં બાતમીના આધારે કારાભાઈ ઉર્ફે કાળુભાઈ નારણભાઈ ચાવડા, નાગાજણ ઉર્ફે નાગો લીલાભાઈ સુત્રેજા, હાજીભાઈ ડોલરભાઈ દલ, ગોવિંદ ભીખાભાઈ ડાભી, લખમણ નાથા રબારી, રામા જીવા કોળી વગેરેને રૂા. પ૬,પ૦૦ના રોકડ મુદ્દામાલ તેમજ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. તેમજ આ રેઈડ દરમ્યાન વાડી માલિક અરજણભાળ પાંચાભાઈ કોળી (વાડી માલિક) નાસી જતાં તેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ અન્ય એક જુગાર દરોડામાં હુસેનભાઈ હબીબભાઈ બેલીમ, રીઝવાનખાન અનવરશાન બેલીમ, અબ્દુલખાન અહમદગાન બેલીમ, રસુલખાન હાસમખા બેલીનને કુલ રૂા. ૪૦,રપ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આ બનાવ અંગે વધુ તપાસ બી.વી. કરમટા ચલાવી રહ્યા છે.
જૂનાગઢ ગિરીરાજ સોસાયટી વિસ્તારમાંથી જુગાર રમતી ૪ મહિલાને ઝડપી લેવામાં આવેલ છે. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.એલ.પાતર અને સ્ટાફ ગિરીરાજ સોસાયટી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ક્રિષ્નાબેન વલ્લભભાઈ સાંગાણી, પ્રિતિબેન ચંદુભાઈ સાદેગરા, ભાગ્યશ્રીબેન રમેશભાઈ કીપલાણી, મોનાબેન વિશ્વાસભાઈ વ્યાસ વગેરેને જાહેરમાં જુગાર રમતાં રૂા. ૩૯૦૦ના રોકડ સાથે ઝડપી લઈ તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સાજીદખાન યુસુફખાન અને સ્ટાફે ટીંબાવાડી, બિલનાથપરા કોળીપરાના નાકા પાસે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં અલ્તાફભાઈ કાયમભાઈ શમા, કીશોરભાઈ અરજણભાઈ ડાભી, સલીમ ઉર્ફે દલો અલારખાભાઈ દલ, સલીમભાઈ હુસેનભાઈ દલ વગેરેને રૂા. ૯૩૭૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના આરઆરસેલના હેડ કોન્સ્ટેબલ એમ.કે. મોવલિયા અને સ્ટાફે લંઘાવાડા વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ઈસાકભાઈ ઓસમાણભાઈ કુરેશી, અસ્લમ ઉર્ફે મુનો અનવર વિદ્યા, અબુભાઈ જમાલભાઈ સિપાહી, અજીજ અબ્દુલભાઈ ખત્રી, આમદભાઈ અબાઘાઈ ઘાંચી, ઈકબાલ મુસાભાઈ સર્વદી વગેરેને રોકડ રૂા. ર૦,૦પ૦, ૧ મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂા. ર૦,પપ૦ના મુદ્દામાલને ઝડપી તેમના વિરૂદ્ધ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts