ફરી એકવાર શીખોએ દરિયાદિલી દાખવી : રોહિંગ્યાઓની સહાય માટે શીખ સંગઠન ખાલસા પહોંચી ગયું : લંગર શરૂ કરી દીધું

(એજન્સી) બર્મા, તા.૧૩
ખાલસા એઈડ ઈન્ડિયાના કાર્યકરો અને સ્વયંસેવકો બાંગ્લાદેશમાં જ્યાં મ્યાનમારના શરણાર્થીઓને રાખવામાં આવ્યા છે તે સરહદી શહેર ટેકનાફ રોહિંગ્યા શરણાર્થીઓની મદદે પહોંચી ગયા છે. બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર રવિવારે રાત્રે મ્યાનમારથી નાસીને આવેલ લાખો રોહિંગ્યા મુસ્લિમ પરિવારોને રાહત પહોંચાડવા પહોંચી ગયા હતા. શીખ સ્વયંસેવકો આ શરણાર્થીઓ માટે ખાવા, પીવા અને રહેવાની વ્યવસ્થામાં મદદ કરી રહ્યા છે ખાલસા એઈડના મેનેજિંગ ડિરેક્ટર અમરપ્રિત સિંહે જણાવ્યુંં હતું કે, અમે સહાયતા કાર્યક્રમ શરૂ કરતા પહેલા અહીંની સ્થિતિની સમીક્ષા કરી હતી. અહીંયા સ્થિતિ વધુ ખરાબ છે અને લોકોની અવદશા છે. તેમણે જણાવ્યું હતું કે અમે ૫૦,૦૦૦ લોકો માટે રાહત સામગ્રી લાવ્યા હતા પરંતુ અહીં ૨ લાખ કરતા વધુ લોકો છે કે જેઓ ભૂખ્યા અને તરસ્યા છે. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા છે. બાંગ્લાદેશ બોર્ડરના ગામ ટેકનાફમાં રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં રહે છે. અમરપ્રિતસિંહે જણાવ્યુંં હતું કે શિબિરોમાં ખૂબ જ ભીડ છે. અમે અમારાથી બનતી મદદ શરણાર્થીઓને કરી રહ્યા છીએ. અમારી ટીમે શરણાર્થીઓના લંગર અને પાણીની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. ટેકનાફ ટાઉન બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ૧૦ કલાકમાં પહોંચી શકાય છે. આથી અમે ખાવા-પીવાની સામગ્રી ઢાકાથી લાવી શકીએ છીએ પરંતુ વરસાદને કારણે મુશ્કેલી પડી રહી છે. એક બીજી ટીમના સભ્ય જીવનજ્યોતસિંહે જણાવ્યુંં હતું કે, ૧૦ દિવસ સુધી પગે ચાલીને લોકો મ્યાનમારથી અહીં પહોંચ્યા છે. તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અમે તેમને ખાવા-પીવા અને રહેવાની જગ્યા માટે અહીં પહોંચ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે ખાલસાની એક વધુ ટીમ ટેકનાફ પહોંચી જશે અને રોહિંગ્યાઓની મદદ માટે કામે લાગી જશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks