(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ આજે વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં અમી છાંટણાથી લઇને હળવા વરસાદને પગલે વધુ એક વખતે શહેરીજનોએ મને કમને ભીંજાવવું પડ્યું હતું. છેલલા ર૪ કલાકમાં સુરત જિલલામાં મહુવામાં સૌથી વધુ ૪૭ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉમરપાડમાં માત્ર બે મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં માત્ર ૧પમીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લા ફલડ કન્ટ્રોલ રૂમના સુત્રોએ વધુમાં ઉમેયુર્ં હતું કે આજે સવારે છ વાગ્યાથી સાંજ સુધીમાં બારડોલી તાલુકામાં ૪ મીમી, ચોર્યાસી ખાતે ર મીમી, કામરેજ ખાતે ૭ મીમી, માંડવી ખાતે ૪૭ મીમી, માંગરોળ ખાતે ર૦ મીમી, ઓલપાડ ખાતે સાત મીમી, ઉમરપાડા તાલુકા ખાતે ૭૧ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહેવા પામ્યું છે. નવસારીમાં બંને કાંઠે વહેતી અંબિકા સહિતની નદીઓમાં ધસમસતા પ્રવાહને કારણે એક તરફ વહીવટી તંત્રનો જીવ તાળવે ચોટ્યો છે, ત્યારે બીજી તરફ નીંચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી જિલલાના ચીખલીમાં ૬૫ મીમી, ગણદેવીમાં પ૦ મીમી, જલાલપોરમાં ૩૧ મીમી, ખેરગામમાં ૪૩ મીમી, નવસારી સિટીમાં ૪૩ મીમી અને વાંસદામાં ૧૦પ મીમી વરસાદ નોંધાવા પામ્યો છે.