નડિયાદ, તા.ર૧
ખેડા કેમ્પમાં રહેતી પરિણીતાના આપઘાતના બનાવમાં પરિણીતાના પતિ અને દિયર-દેરાણી સામે આપઘાત માટે દુષ્પ્રેરણ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા કેમ્પમાં રહેતા પ્રકાશભાઈ સુરસીંગ ગણાવાની પત્ની શાંતાબેને ગત તા.૧૯મીની રાત્રે ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ મરનાર શાંતાબેનના ભાઈ સુકુમ ડામોરને થતા તેઓએ પોતાની બહેન ઉપર ખોટા વહેમ રાખી અવારનવાર ઝઘડા કરી મારઝૂડ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પતિ અને દિયર-દેરાણીના ત્રાસથી કંટાળી શાંતાબેન મરવા મજબૂર બની હતી અને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.
આ બનાવ અંગે સુકુલ રમોડા ડામોરની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે પ્રકાશભાઈ સુરસંગ ગણાવા, પંકજ સુરસંગ તેમજ પ્રિયંકા પંકજ ગણાવા સામે આપઘાત માટે દુષ્પ્રેરણ કર્યાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ખેડા ટાઉન પોલીસે ત્રણ આરોપીઓની અટક કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ બિલોદરા જેલમાં મોકલી આપેલ છે.