મેઘરાજ, તા.૧ર
મેઘરજ તાલુકના કાલીયાકુવા ગામની રર વર્ષીય યુવતીને આજથી બે માસ અગાઉ બે ઈસમોએ બાઈક ઉપર અપહરણ કરી એક ઈસમે દુષ્કર્મ ગુજારતા બે ઈસમો સામે યુવતીએ મેઘરજ પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
કાલીયાકુવા ગામની રર વર્ષીય યુવતી આજથી બે માસ અગાઉ પોતાના ખેતરમાં ઘાસ લેવા ગઈ હતી તે અરસામાં બાઇક લઈને આવેલા બે ઈસમો યુવતીને ખેંચીને બાઇક ઉપર અપહરણ કરી રાજસ્થાનના વાઘેલા, ગલીયાગોટ, રાતડીયા સહિત ગામોમાં લઈ ગયા હતા જ્યાં આ યુવતીની મરજી વિરૂદ્ધ બાંઠીવાડાના નરેશરાંમા ડામોરે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છેલ્લે યુવતીને મહીસાગર જિલ્લાના ડબારણ ગામે લઈ ગયો હતો જ્યાં ડબારણ ગામે યુવતીએ આ બળાત્કારી ઈસમના ચુંગાલમાંથી છૂટીને તા.૧૦ નવે. ૨૦૧૮ના રોજ તેના મામાના દીકરાને ફોન કરી બનાવની સધળી હકીકત જણાવી હતી જેથી તેના મામાના દીકરાએ યુવતીના ઘરે જાણ કરતા યુવતીના પિતા તથા સગાવ્હાલાઓ તાત્કાલિક મહીસાગરના ડબારણ ગામે પહોંચી યુવતીનો કબ્જો મેળવ્યો હતો અને યુવતીએ તેના પિતાને બનાવની સધળી હકીકત જણાવતા તેના પરિવારજનો સાથે મળી યુવતીએ મેઘરજ પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો નોંધાવતા મેઘરજ પોલીસે દુષ્કર્મ ગુજારનાર નરેશ રાંમા ડામોર અને અપહરણમાં મદદગારી કરનાર ભાયા ઉદા ડામોર બંને (રહે.બાંઠીવાડા અજુના હીરોલા, તા.મેઘરજ) વિરૂદ્ધ બળાત્કાર અને મદદગારીનો ગુનોં નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.