ડીસાની હોટલમાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાની ફરિયાદ ન લેવાતી હોવાની રાવ

પાલનપુર, તા.ર
પાલનપુરની એક મહિલાને નોકરીને બહાને ડીસાની પ્રાઈમ હોટલમાં લઇ જઇ અને દુષ્કર્મ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. દોઢ માસ અગાઉ આ મહિલાને ૩૭ વર્ષીય ચેતન હીરાલાલ બલદાણીયા (રહે. નર્મદા નહેર કન્સ્ટ્રક્શન સાઈટ, મુ.માવસરી તા.વાવ વાળા) નામના કોન્ટ્રાક્ટર દ્વારા ડીસા બોલાવાઇ હતી અને નોકરી આપવાના બહાને પ્રાઈમ હોટલમાં લઇ જઇ અને દુષ્કર્મ ગુજાર્યુ હોવાની આ પીડિત મહિલાએ આપવિતી રજૂ કરી હતી તેને આ પીડિત મહિલાનો પરિવાર આજે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યો હતો અને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી.
આ દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત યુવતી જ્યારે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ કરવા ગઈ ત્યારે પોલીસ કર્મીએ લાખ રૂપિયા માગ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. સાથે-સાથે ધમકીઓ આપવાના પણ આક્ષેપ કર્યા હતા. ત્યારે પોલીસે આ મહિલાની ફરિયાદ પણ ન લીધી હોવાના આક્ષેપ આ પીડિતા અને તેના ભાઈએ કર્યા હતા.
ડીસાની હોટલમાં જયારે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું ત્યારે પીડિત મહિલા તે સમયે ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચી હતી. પરંતુ આ મહિલાની ફરિયાદ પોલીસે લીધી ન હતી. જ્યારે પીડિતાએ સાંજે ઘરે આવીને સઘળી વાત કરી હતી. ત્યારે પીડિતાની વિધવા માતા પણ ડીસા પોલીસ મથકે ન્યાય માટે ગઈ હતી. પરંતુ ધરમનો ધક્કો પડ્યો હતો. ત્યારે આ સમગ્ર પરિવાર આજે કલેકટર કચેરી ખાતે આવી અને પોતાની વેદના રજૂ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts