ફેસબુક પર માતાજીની વિરૂદ્ધ ટિપ્પણી કરનારા સામે ફરિયાદ

અમદાવાદ,તા. ૧૩
ચારણ ગઢવી સમાજ સહિત લાખો લોકોને જેમાં અતૂટ શ્રદ્ધા છે તેવા માતાજી વિશે ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર શખસો વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફેસબુક પર આઈ મોગલ વિશે ટિપ્પણી કરાતાં ચારણ, ગઢવી સમાજ સહિત હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. બીજીબાજુ, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ચારણ, ગઢવી સમાજ સહિતના લોકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓએ વિવિધ સ્થળોએ રેલી-પ્રદર્શનો યોજી વિરોધ વ્યકત કરી આ મામલામાં તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવા ઉગ્ર માંગણી કરી છે. ફેસબુકમાં ચારણ ગઢવી સમાજના માતાજી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. ટિપ્પણી કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગને પગલે ચારણ સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ અલગ અલગ જિલ્લામાં સ્થાનિક પોલીસ કમિશનર સહિતના સત્તાવાળાઓને આવેદનપત્રો આપી ટિપ્પણી કરનારા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેઓને સખત નશ્યત કરવા માંગ કરી હતી. ગઇકાલે આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks