ફતવો જારી થયા બાદ ‘જય શ્રીરામ’ સૂત્ર પોકારનાર બિહારના મંત્રી ખુરશીદ

(એજન્સી) પટણા, તા.૩૦
બિહારના કેબિનેટ મંત્રી ખુરશીદ અહમદ જેની સામે ઈમારતો શરિયાએ ‘જયશ્રી રામ’ સૂત્ર પોકારવા બદલ ફતવો બહાર પાડ્યો હતો એમણે માફી માગી છે. એમણે કહ્યું જેમની મારા આ ઉચ્ચારણથી લાગણી દુભાઈ હોય એમની પાસે હું માફી માગું છું. એમણે કહ્યું જયશ્રી રામ કહેવાથી મેં કોઈ ધર્મની ટીકા નથી કરી, પહેલા મનુષ્યનો જન્મ થયો હતો, ધર્મ પાછળથી એની સાથે જોડાયો, પ્રત્યેક વ્યક્તિ પોતાના વિશ્વાસના આધારે જીવે છે. મેં કોઈનું અપમાન નથી કર્યુ. જો કોઈને એમ થયું હોય કે મેં ખોટું કર્યુ છે તો ફતવો બહાર પાડતા પહેલા મારી પાસેથી ખુલાસો માગ્યો હોત તો મે જવાબ આપ્યો હોત. ભગવાન જાણે છે કે ‘જય શ્રી રામ’ બોલવા પાછળ મારો ઉદ્દેશ્ય શું હતો અને એ બિહારના વિકાસ માટે બોલવું પડશે તો હું ૧૦૦ વખત પણ આ સૂત્ર ફરી ઉચ્ચારીશ. જેડીયુના ધારાસભ્ય ઈસ્લામના પ્રચારક પણ છે. એમણે કહ્યું કે ઈસ્લામ અમને બધા સાથે પ્રેમ કરવા કહે છે નફરત કરવા નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks