ગાંધી જન્મજયંતી નિમિત્તે એફ.ડી.હાઈસ્કૂલ જુહાપુરાના બાળકોએ કોચરબ આશ્રમની મુલાકાત લઈ ચાલો ચરખો રમીએ કાર્યક્રમમાં જોડાયા હતા. પ્રાર્થના પછી ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીએ આજના સમયે ગાંધી વિચારની પ્રસ્તુતા ખાદીનું મહત્ત્વ તથા ચરખા કાર્યક્રમની ઉપયોગી તક વિશે બાળકોને જાણકારી આપી હતી. સંસ્થાના કાર્યકરોએ કોચરબ આશ્રમના ઈતિહાસ, ગાંધીજી જે આશ્રમના રહ્યા તેની મહત્ત્વતા, રોજીંદી દિનચર્યા, વિશે વિશેષ માહિતી આપી આશ્રમના પરિસરમાં આવેલ વિવિધ વિભાગોથી પરિચિત કરાવ્યા હતા. આધાર સંસ્થાના અવની વરીઆ દ્વારા યોજાયેલ ચાલો ચરખો રમીએ. કાર્યક્રમમાં બાળકોએ ચરખો ચલાવવાનો જીવંત અનુભવ મેળવ્યો હતો. ગાંધી જયંતીના દિવસે બાળકોને ગાંધીજીએ જ્યાંથી આશ્રમનો પ્રારંભ કર્યો હતો. તે પ્રથમ આશ્રમ એટલે કોચરબ આશ્રમમાં ત્રણ કલાક જેટલુ રોકાણ કરી હકારાત્મક અભિભૂતિ પ્રાપ્ત કરી હતી. દરમિયાન શાળાના શિક્ષકો મોહંમ્મદ શોએબ તિરમીઝી, તથા અબ્દુલભાઈ વાકોર સાથે શાળાના આચાર્ય મોહંમ્મદ હુસેન ગેણા હાજર રહ્યા હતા. તેમ શાળાના આચાર્યની એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.