સુરતના કૃણાલ અને જેનિશના મૃતદેહની શોધખોળ જારી : ફેનિલની અંતિમવિધિ સંપન્ન

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
ચારધામની યાત્રાએ ગયેલા સુરતના યુવાનો પરત ફરતી વેળા ઉત્તરાખંડ ૠષિકેશ ગંગા નદીના વહેણમાં ડૂબી ગયા હતા. જેમાં ફેનિલ ઠક્કરનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બાકીના બે યુવાન કૃણાલ અને જેનિશની આજે પણ શોધખોળ ચાલુ છે. ધારાસભ્ય અરવિંદ રાણા સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. ગઈકાલે ફેનિલ ઠક્કરનો પાર્થિવ દેહ સુરત આવી પહોંચતા સમગ્ર વાડી ફળિયામાં ગમગીની વ્યાપી ગઈ હતી. અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરમિયાન ધારાસભ્ય અરવિંદ રાણાના જણાવ્યા મુજબ હજુ સુધી કૃણાલ અને જેનિશનો મૃતદેહ મળી આવ્યો નથી. આજે પણ એનડીઆરએફની ટીમ દ્વારા ગંગાના વહેણમાં ગુમ થયેલા બાકી બે યુવાનોની શોધખોળ ચાલુ રાખી છે. વાડી ફળિયાના ૧૫ જેટલા યુવાનો ગત તા.૧૮મીએ ચારધામની યાત્રાએ ગયા હતા. ગત શુક્રવારે આ યુવકો ૠષિકેશ પહોંચ્યા હતા. જ્યાં ગંગા નદીનાં કિનારે જેનિશ, કૃણાલ અને ફેનિલ ઊભા હતા. ત્યારે અચાનક ભેખડ જમીનમાં ધસી પડતા ત્રણેય યુવકો નદીના પાણીના વહેણમાં તણાઈને મૃત્યુ પામ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks