ફીફા અન્ડર-૧૭ વિશ્વકપમાં સ્પેન અને બ્રાઝિલ અંતિમ ૧૬મા

કોચી, તા.૧૪
બ્રાઝિલે પોતાની ખ્યાતિ અનુરૂપ પ્રદર્શન કરતા નાઈઝરને ર-૦થી હરાવી ફીફા અન્ડર-૧૭ વિશ્વકપમાં પોતાનું વિજયી અભિયાન જાળવી રાખ્યું. ત્રણ વખતના ચેમ્પિયન પણ ર૦૦૩ બાદ પોતાના પ્રથમ ટાઈટલના પ્રયાસમાં લાગેલા બ્રાઝિલ તરફથી લિંકન (ચોથી મિનિટ) અને પાલિન્હો (૩૪મી મિનિટ)એ ગોલ કર્યા. બ્રાઝિલ આ રીતે ગ્રુપ ડીમાં પોતાની ત્રણેય મેચ જીતી અને તે નવ પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહી અંતિમ ૧૬માં પહોંચ્યું.
બીજી બાજુ મોહમ્મદ મોકલિસ અને સિઝર ગેલબર્ટના ગોલની મદદથી યુરોપિયન ચેમ્પિયન સ્પેને ઉત્તર કોરિયાને ર-૦થી હરાવી સરળતાથી પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મોકલિસે ચોથી મિનિટમાં જ સ્પેનને લીડ અપાવી દીધી હતી જ્યારે ગેલબર્ટે ૭૧મી મિનિટમાં ટીમ તરફથી બીજો ગોલ કર્યો. આ રીતે સ્પેન ગ્રુપ ડીમાં ત્રણ મેચોમાં ૬ પોઈન્ટ લઈ બીજા સ્થાને રહી પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું. સ્પેન શરૂઆતની મેચમાં બ્રાઝિલ સામે હારી ગયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks