જૂનાગઢમાં જોન અબ્રાહમની ફિલ્મની શૂટિંગ : ફિલ્મ રસિકો ઉમટી પડ્યા

જૂનાગઢ, તા. ર૩
જૂનાગઢ શહેરમાં બોલિવૂડના જાણીતા અભિનેતા જોન અબ્રાહમની નવનિર્મિત ફિલ્મ “રો”નું શૂટિંગ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે જૂનાગઢની ફિલ્મરચિત જનતા મોટાપાયે આ શૂટિંગ નિહાળવા ઉમડી પડેલ છે આજે પણ જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં આ ફિલ્મની શૂટિંગ ચાલી રહી છે. ગઈકાલે રવિવારના દિવસે જૂનાગઢની દાણાપીઠમાં પાકિસ્તાનના બજારનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો અને જોન અબ્રાહમ અને તેમની ટીમ ઉપર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. આ તકે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દાણાપીઠ, ચોકસી બજાર, ગાંધી ચોક અને દિવાન ચોક, આજે કોર્ટ પાસે, મકબરા પાસે તથા ભવનાથ તળેટી સહિતના વિસ્તારોમાં મોડી સાંજ સુધી શૂટિંગ ચાલી રહી હતી.
આજે પણ વિવિધ વિસ્તારોમાં શૂટિંગ કાર્ય ચાલી રહ્યું છે. આજે કોર્ટ વિસ્તાર, મકબરા સહિતના વિસ્તારોમાં શૂટિંગ કાર્ય થઈ રહ્યું છે અને આવતીકાલે પણ કેટલાંક દૃશ્યોનું ફિલ્માંકન થવાનું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks