વાપીમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે સામ સામે ફાયરિંગ : એક ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) વાપી, તા. ૩
વાપી શહેરમાં ચનોદ ગામે કોઈક ગંભીર અપરાધી ગતિવિધિ કરવા આવેલ ખતરનાક ટોળકી ની જાણકરી વાપી પોલીસ ને મળી હતી જે સૂચના મળતા જ વાપી પોલીસ ક્રાઈમ ટિમ પોતાની ગાડીમાં સ્થળે પહોંચી હતી. ચણોદમાં આવેલ શ્રી નાથજી બિલ્ડીંગ સામે બ્લેક કલર સ્કારપીઓ થી વાઇટ કલર ડિઝાયર કાર મા આરોપીઓ ગાડી મા રાખેલ હથિયાર ની શિફ્ટ કરવા પ્રયાસ કરતા હતા ત્યાં જ પોલીસને જોઈ કારમાં બેસેલા એક ઇસમે પોલીસ ઉપર દેશી તમંચાથી ૨ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં સ્વબચાવ માટે પોલીસ દ્વારા પણ ૨ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.આ સમગ્ર ઘટના મા એક આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં સફળતા મળી હતી અને સ્કોરપીઓ કારમાં સવાર ૨ આરોપી ફરાર થઈ ગયા હતા.ઘટના સ્થળથી વાઇટ કલરની ડિજાયર કાર અને એક દેશી તમંચો તથા ૫ જીવતા કાર્તૂસ તથા અન્ય હથિયાર જપ્ત કરી આગળ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ઇમરાન ઉર્ફ રાજુ કુરેશી જે વાપી ગીતાનગર ના સરવૈયા નગર નો છે અને બીજા રાજુ ઉર્ફ મામા મરાઠી પ્રવીણ પવાર ઈમરાન ઉર્ફે રાજુ તથા ઇંગડીયા નામક વ્યક્તિ ફરાર

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks