વન-ડેમાં બેવડી સદી ફટકારનાર ફખર ઝમાન પ્રથમ પાકિસ્તાની બેટ્‌સમેન

હરારે,તા.૨૦
પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની સિરીઝની ચોથી વન ડે મેચ રમાઇ હતી. આ મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટ્‌સમેન ફખર જમને આક્રમક ૨૧૦* રન બનાવ્યા હતા. ફખર જમન અને ઇમામ ઉલ હકે પ્રથમ વિકેટ માટે ૩૦૪ રનની પાર્ટનરશિપ કરી વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ફખર જમન પાકિસ્તાન તરફથી બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર છે. પાકિસ્તાને વન ડેમાં પોતાનો હાઇસ્કોર પણ બનાવ્યો હતો. પાકિસ્તાને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ૫૦ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૩૯૯ રન બનાવ્યા હતા.
પાકિસ્તાનના ઓપનર બેટ્‌સમેન ફખર જમને અણનમ ૨૧૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને ૧૫૬ બોલનો સામનો કર્યો હતો જેમાં તેને ૨૪ ફોર અને ૫ સિક્સર ફટકારી હતી. ફખર જમન વન ડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની ક્રિકેટર છે. વન ડેમાં આ પહેલા પાકિસ્તાન તરફથી સૌથી વધુ રનનો રેકોર્ડ સઇદ અનવરના નામે હતો. સઇદ અનવરે ભારત સામે ૧૯૪ રન બનાવ્યા હતા. વન ડેમાં બેવડી સદી ફટકારનાર ફખર જમન વિશ્વનો છઠ્ઠો બેટ્‌સમેન બની ગયો છે. ફખર પહેલા સચિન તેંડુલકર, ભારત (૨૦૦*), વિરેન્દ્ર સેહવાગ, ભારત (૨૧૯), રોહિત શર્મા, ભારત (૨૬૪,૨૦૯, ૨૦૮*), ક્રિસ ગેલ, વેસ્ટ ઇન્ડીઝ (૨૧૫) અને માર્ટિન ગુપ્ટિલ, ન્યૂઝીલેન્ડ (૨૩૭*) બેવડી સદી ફટકારી ચુક્યા છે.
ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ૫ મેચની વન ડે સિરીઝની ચોથી મેચમાં પાકિસ્તાનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પાકિસ્તાન ટીમના ઇમામ ઉલ હક (૧૧૩ રન) અને ફખર જમન (૨૧૦*)રનની જોડીએ પ્રથમ વિકેટ માટે ૩૦૪ રનની ભાગીદારી કરી હતી. આ બન્ને બેટ્‌સમેનોએ વન ડે ક્રિકેટનો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા વન ડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રથમ વિકેટની ભાગીદારીનો રેકોર્ડ સનથ જયસૂર્યા અને ઉપુલ થારંગાની જોડીએ જુલાઇ ૨૦૦૬માં લીડ્‌સમાં બનાવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks