Site icon Gujarat Today

આવતી કાલથી પ્રથમ ટેસ્ટઃ એજબૅસ્ટનમાં ભારત ક્યારેય નથી જીત્યું

બર્મિંગહૅમ,તા.૩૦
બુધવારે અહીં ઇંગ્લૅન્ડ સામે શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ-મૅચમાં ભારત વતી વિકેટકીપિંગની જવાબદારી સંભાળનાર ૩૩ વર્ષીય દિનેશ કાર્તિક છેલ્લે ૨૦૦૭ની સાલમાં (૧૦ વર્ષ પૂર્વે) બ્રિટિશરોની ધરતી પર ટેસ્ટ-શ્રેણી જીતનારી ભારતીય ટીમનો એવો એકમાત્ર ખેલાડી છે જે વર્તમાન ટીમમાં છે. એ સિરીઝમાં ભારત રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં ૧-૦થી જીત્યું હતું. જોકે, એ શ્રેણીમાં મહેન્દ્રસિંહ ધોની ભારતનો વિકેટકીપર હતો અને કાર્તિક બૅટ્‌સમૅન તરીકે ટીમમાં હતો. ભારત આ સ્થળે કુલ ૬ ટેસ્ટ રમ્યું છે જેમાંથી પાંચ હાર્યું છે અને એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે.
કાર્તિક એ ટૂરમાં ૭૭ રન અને ૯૧ રનની બે મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમ્યો હતો. તે આ વખતે ઈજાગ્રસ્ત વૃદ્ધિમાન સાહાની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. તે તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં વિકેટકીપર હતો. તેણે અહીં ભારતીય ક્રિકેટ બોર્ડની ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘હું આ વખતે ખૂબ જ ઉત્તેજિત છું, પરંતુ ઘણો નર્વસ પણ છું. મોટા દેશ સામે ઘણા વખતે ફરી ટેસ્ટ-ક્રિકેટ રમવાનો છું. ઇંગ્લૅન્ડમાં રમવું એ બહુ મોટો પડકાર કહેવાય.

Exit mobile version