ફ્લોરિડા દ્વીપસમૂહમાં ઈરમા વાવાઝોડાનો કહેર, છતાં હેમિંગ્વેની બિલાડીઓ સુરક્ષિત

(એજન્સી) ફ્લોરિડા, તા.૧૪
ફ્લોરિડા દ્વીપસમૂહમાં આવેલા ઈરમા નામના વાવાઝોડાને પગલે સમગ્ર દ્વીપોનો નાશ થઈ ગયો છે, નદીઓમાં પાણી છલકાવા લાગ્યા છે અને રસ્તાઓ પર પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે અને ક્રેન પણ નિષ્ક્રિય થઈ ગયા છે તથા ૩૦થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. તેમ છતાંય હેમિંગ્વેની ૬ આંગળીઓવાળી બિલાડીઓ હજી પણ સુરક્ષિત છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જ્યારે આ ભયાનક વાવાઝોડામાં માણસો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ બિલાડીઓને કોઈપણ પ્રકારનું નુકસાન પણ થયું નથી. જાણકારી અનુસાર, ૬ આંગળીઓવાળા જીવો એ લેખકના પાલતું પ્રાણીઓના વંશજ છે. આ સુરક્ષિત બિલાડીઓમાં ૫૪ બિલાડીઓ છે, જેમાંથી કેટલીક અર્નેસ્ટ હેમિંગ્વેએ પાળેલી એક સફેદ પોલિડેક્ટાઈલ બિલાડીની વંશજ છે. બિલાડીના આ વંશજો લેખકના ફ્લોરિડા દ્વીપસમૂહમાં આવેલા ઘરમાં રહે છે.
ફ્લોરિડા દ્વીપસમૂહમાં ઈરમા નામના વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હોવા છતાં આ બિલાડીઓનો આબાદ બચાવ થયો છે. ગત અઠવાડિયે આવેલા આ વાવાઝોડાને કારણે ત્યાંના સત્તાધીશોએ લોકોને ફ્લોરિડા દ્વીપસમૂહના સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાંય અર્નેસ્ટ હેમિંગ્વેના ઘરના તથા મ્યુઝિયમના જનરલ મેનેજર જેક સેન્ડસે સ્થળાંતર કરવાની ના પાડી અને કહ્યું કે, આ અર્નેસ્ટ હેમિંગ્વેના ઘર તથા મ્યુઝિયમની સંપત્તિની દેખરેખ રાખવાની જવાબદારી તેમની છે, જેથી તેઓ તેમની ફરજ છોડીને ક્યાંય પણ નહીં જાય. અધિકારીઓની વિનંતી છતાંય જનરલ મેનેજર જેક સેન્ડસે ફ્લોરિડા દ્વીપસમૂહના તે ઘરમાંથી સ્થળાંતર ના કર્યું હોવા છતાં બિલાડીઓ હાલ સુરક્ષિત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks