ઉત્તરપ્રદેશના બસ્તીમાં નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી, ચાર ઘાયલ, બે જણ કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા

(એજન્સી) બસ્તી,તા.૧૧
ઉત્તર પ્રદેશ સ્થિત બસ્તીમાં શનિવારે સવારે એક નિર્માણાધીન ફ્લાયઓવરનો લિંટન પડી ગયો છે. ફ્લાયઓવર ધરાશાયી થયા બાદ લોકોમાં હડકંપ મચી ગયો હતો. નેશનલ હાઇવે નંબર ૨૮ પર થયેલ આ દુર્ધટનામાં ચાર લોકોના ઘાયલ થયા છે. ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. બે લોકો હજુ પણ કાટમાળમાં દબાયેલા છે. રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લાના ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.
જિલ્લા અધિકારી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘટનામાં એક શખ્સ ઘાયલ થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઘટના સવારે આઠ વાગ્યાની છે.
રિપોર્ટ મુજબ ચાર રસ્તા પર ગત કેટલાંક સમયથી ફ્લાયઓવર બનાવવાનું કામ ચાલી રહ્યું હતુ. ફ્લાયઓવરનું લેંટર નાંખી દેવામાં આવ્યું હતું. ફ્લાયઓવરનું કામ લગભગ પૂરું થઈ ગયું હતું. પણ અચાનક શનિવારે એક હિસ્સો તૂટી પડ્યો હતો. દુર્ઘટના સમયે ત્યાં વધારે ભીડ ન હતી.
સ્થાનીય લોકો મુજબ તાપથી બચવા માટે રાતે આરામ માટે કાંવડ યાત્રીઓ આ પૂલ નીચે આરામ કરતા હતા. એ તો સારું થયું કે, બે દિવસ પહેલા આ ઘટના ન થઈ નહીંતર જાનમાળના હિસાબથી વધારે મોટી ઘટના થઈ શકી હોત. હાલમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ફ્લાયઓવર તૂટવા અને રોડના ધસી પડવાની ઘટના સતત બની રહી છે. આની પહેલા વારાણસીમાં ૧૫ મેના રોજ નિર્માણધીન ફ્લાયઓવર પડવાથી ૧૫ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks