Site icon Gujarat Today

જામનગરનાં ઈતિહાસમાં પ્રથમ વખત કાજુની ખેતી : લાખાભાઈએ સર્જી ક્રાંતિ

(સંવાદદાતા દ્વારા)   જામનગર,તા.ર૧

ખેતી પ્રધાન આપણા દેશમાં ભૂતકાળની અને આજની ખેતીમાં રાત-દિવસનો તફાવત છે  આધુનિકતા મીશ્રણ સાથે અને અત્યાધુનિક સાધન સરંજામનાં ફળે ખેતી ક્ષેત્રને ઉંચાઈઓ પર લઈ જવામાં સફળતા મળી છે  જ્યારે જયારે પણ ગુજરાતના ખેતીનો ઇતિહાસ લખાશે ત્યારે અચૂક રીતે જામનગરના વેપારી અને ખેતી ક્ષેત્રે સર્જનારા ક્રાંતિકારી કેશવાલા પરિવારનું નામ ચોક્કસ લેવાશે

જામનગરથી ૧૫ કિમિ દૂર એવા ચેલા ગામમાં ૧૨૭ વિધાન તેમના ફાર્મમાં સૌ પ્રથમ વખત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને ખેતીમાં ઉંડાણપૂર્વકનો રસ ધરાવતા તેમજ ખેતી ક્ષેત્રે ક્રાંતિ કરનાર જામનગરના કેશવાલા પરિવારના લાખાભાઈએ સૌપ્રથમ વખત જામનગરમાં કાજુની ખેતી શરૂ કરી છે પ્રારંભિક તબબકે સફળતા પણ સાપડી છે

જામનગરમાં કાજુની ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તો લાખાભાઈએ જણવ્યું કે હું આજથી ચાર વર્ષ પહેલા ગોવા ફરવા માટે ગયો હતો અને ગોવા અને કર્ણાટક માં કાજુની ખેતી થાય છે અને તેનો પાક પણ મબલક આવે છે અને ત્યારે વિચાર્યું કે કાજુના વાવેતર જેવી જોઈએ તેવી જમીન મારે પણ છે અને હું કાજુના રોપાને મારા ફાર્મમાં લઇ આવી અને વાવેતર કરી દીધું અને આ વાવણી કરી રોપાને પૂરતી રીતે માવજત સાથે કાજુના વૃક્ષો આજે ત્રણ વર્ષ બાદ ચોથા વર્ષે ફૂલી ફાલીને મોટા થાય છે જેમાં ઝુમેઝુમે  કાજુ જોવા મળે છે તેઓએ માત્ર પ્રયોગ પૂરતા પોતાના ફાર્મમાં છ કાજુના રોપાનું આજથી ચાર વર્ષ પહેલા વાવેતર કર્યું હતું પરંતુ આગામી સમયમાં તેઓ દસ વીઘા જમીનમાં કાજૂનું વાવેતર કરવાનો અભૂતપૂર્વ પ્રયોગ કરવાના છે

આજથી ત્રણ વર્ષ પહેલા ઉપરોક્ત કાજુના ૬ રોપાઓનું વાવેતર કરવમાં આવ્યું હતું અને ખુબ જ જતન બાદ તેનો ઉછેર કરીને એવો ઈન્તેજાર કરાયો હતો કાજુના એક છોડવાની કિંમત રૂ.૪૫ છે  કે કાજુનો પાક આવે આખરે આ મહેનત લાખાભાઈની રંગ લાવી અને ૩ વર્ષ પહેલા રોપવામાં આવેલા ૬ રોપા ઉછેરીને મીડીયમ કદના ઝાડ બની ગયા છે અને તેમાં કાજુનો ફળ પણ આવી ગયો છે દરેક ઝાડની વચ્ચે ૧૦ ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે અને ઝાડનો ધેરાવ અંદાજે ૫ ફૂટ જેટલો થઇ ચુક્યો છે જેમાં આ વર્ષે કાજુનો પ્રથમ ફળ આવ્યો છે એક છોડવામાં એક સીઝનમાં ૧૫ કિલો જેટલો કાજુનો ફળ ઉતરે છે જે જો એક વિધામાં ખેડૂત કાજુના છોડનું વાવેતર કરે તો તેને એક છોડમાંથી રૂ,૧૨૦૦૦ જેટલો નફો મળે છે ઉપરાંત મહત્વની બાબત એ છે કે આ પાકમાં આઠ દિવસમાં એક વખત પિયત આપવનું હોય છે આથી ખેડૂતોને ઓછા પાણીમાં સારો ફાયદો થાય છે આ કાજુની ખેતીમાં ખાતર તરીકે દેશી ખાતર અને ડેમ ની જમીન નો કાપ નાખ્યો છે અને આ પાક સંપૂણપણે ઓર્ગેનિક રીતે લેવામાં આવ્યો છે

પાક નવેમ્બરથી ડિસેમ્બર લેવામાં આવે છે અને માર્ચના અંત સુધીમાં તેની સમય પૂરો થઈ જાય છે માત્ર પાક લેવાનો ટૂંકો ગાળો તેમજ ઓછા પિયતમાં ખેડૂતને વધુ નફો કરાવતો વધુ એક માત્ર કાજુનો પાક છે સૌરાષ્ટ્રમા જૂજ ખેડૂતોએ આ પાક વાવવા માટેના હાલ પ્રયાસો કર્યા છે. સૌરાષ્ટ્રમાં જો નબળું ચોમાસુ જાય તો ખેડૂત માટે ખેતરમાં પિયત કરવું એ મુશ્કેલ બની જાય છે ત્યારે આવી કપરી પરિસ્થિતમાં કાજુની ખેતી એ કપાસ,શેરડી,ઘઉં, મગફળી,જીરું, કરતા મોટો ફાયદો ખેડૂતને કરાવી શકે છે

Exit mobile version