(એજન્સી) મુંબઈ, તા.૭
એક તરફ વિદેશી રોકાણ ધીમું પડ્યું છે, રોજગાર ક્ષેત્રની ખરાબ હાલત છે. રૂપિયો તૂટતો જાય છે. ક્રૂડના ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે સરકારે દર્શાવેલ ૮.ર% વિકાસદર કેવી રીતે સંભવ છે ? આ પ્રકારનો સવાલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરીંગ કમિટીના એક સભ્યએ ઉઠાવ્યો છે. તેમને લાગે છે કે, જ્યારે દુનિયા અમેરિકા-ચીન ટ્રેડવોર અને ઈમર્જિંગ દેશ કરન્સી સંકટથી પરેશાન છે ત્યારે મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો આટલો વિકાસ ગળે ઉતરતો નથી.
જૂનના પ્રથમ ત્રણ માસમાં જીડીપી ૮.ર% રહ્યો. જેના પર મુદ્રા નીતિ સમિતિના સંજય રવિન્દર ઢોલકિયાએ સવાલ ઉઠાવ્યો. તેઓ આઈઆઈએમની (અમદાવાદ)ની ફેકલ્ટી છે. બીજી તરફ નાગરાજ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ મુંબઈના પ્રોફેસર તેમજ પાંડ્યા ડાયરેક્ટરેટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ સ્ટેટેટીક્સમાં ભણાવે છે.
પ્રો.ઢોલકિયા અને આર નાગરાજ તેમજ મનીષ પંડ્યાએ સાથે મળી ઈપીડબ્લ્યુ પત્રિકામાં લખેલા એક લેખમાં કહ્યું છે કે, નવી ફોર્મ્યુલાથી જૂની સિરીઝના મુકાબલે જીડીપીના ગ્રોથમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરનું વજન વધ્યું છે. મતલબ કે જીડીપી કાઢવાની રીત બદલાઈ ગઈ છે. તેથી જીડીપીના આંકડા વધીને સામે આવ્યા. લેખના કહેવા અનુસાર આ વખતે ઉત્પાદનની ક્ષમતા જોવા માટે વાર્ષિક સર્વેની જગ્યા કોર્પોરેટ ફાઈનાન્સીયલ ડેટાએ લીધી છે. તેથી જીડીપી વધારે દેખાય છે. લેખમાં પૂછાયું છે કે, જીડીપી ૮.પ% કરતા સમયે વિનિર્માણ ઉત્પાદનને જરૂરિયાતથી વધારે તો અંકાવું નથીને. નવી સિરીઝમાં વિનિર્માણ મૂલ્યના અંગે પૂરી જાણકારી અપાઈ અથવા તો તેની જરૂરિયાતથી વધારે અંદાજ લગાવાયો.
લેખમાં જણાવાયું છે કે, ઉત્પાદન ક્ષેત્રના વધુ વધારાથી નવા અનુમાનોની સત્યતા શંકા પેદા કરે છે. આ આંકડા મેક્રો ઈકોનોમિક્સ સાથે મેળ ખાતા નથી.