દાણીલીમડામાં વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના વર્ગો શરૂ કરાશે

અમદાવાદ, તા.૧૮

સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ધોરણ ૮થી માસ્ટર ડિગ્રી સુધીનું મફત શિક્ષણ આપતી સંસ્થા શાહિન ફાઉન્ડેશન દ્વારા સરકારી નોકરી માટે જરૂરી એવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના વર્ગો તા.૧ જુલાઈથી શરૂ કરાશે. અમદાવાદ શહેરના દાણીલીમડા ચાર રસ્તા પાસેની કુરેશ મસ્જિદ પાસે આવેલ શાહીન ટયુશન કલાસીસમાં શરૂ થનારા આ સ્પર્ધામાં પરીક્ષાની તૈયારીના  વર્ગોમાં કોલેજના વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે.

આ માટેની માહિતી આપવા માટેનો એક સેમિનાર દાણીલીમડા ખાતે આવેલી હાજી અબ્દુલ ગની લાકડીયા હોલ ખાતે યોજાયો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે વિદ્યાર્થીઓ સાથે વર્ષોથી સંકળાયેલા સિદ્દીકભાઈ જી.મનસુરી તેમજ સોહિલભાઈ મૈયુદ્દીનભાઈ તિરમીઝી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હજ કમિટીના સેક્રેટરી આઈ.એમ.શેખના માર્ગદર્શન  હેઠળ શરૂ થનારા આ વર્ગોના સેમિનારમાં સુહેલભાઈ તિરમીઝી તેમજ સિદ્દીકભાઈ મન્સુરીએ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે,  નજીકના ભવિષ્યમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર થનારી ભરતીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ માટે એક ફાઉન્ડેશન કોર્ષ દ્વારા જરૂરી વિવિધ ૧૯ વિષયોના વર્ગો ચલાવવામાં આવશે. જે આવનારા દિવસોમાં  આવનારી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ તૈયારીઓ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી રહેશે.

આ અંગે વધુમાં શાહિન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી હમીદભાઈ મેમણે જણાવ્યું હતું કે, દાણીલીમડા, વટવા, જમાલપુર તેમજ જુહાપુરાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચીંગ કલાસ વિનામૂલ્યે લાભ લઈ શકશે. તેમજ ઈન્ટરનેટની સગવડ ધરાવતી કોમ્પ્યુટરાઈઝ તેમજ વિવિધ પુસ્તકો ધરાવતી લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવશે. શાહિન ફાઉન્ડેશન દ્વારા તલાટીથી લઈ ડેપ્યુટી કલેક્ટર  સુધીના વર્ગ ૧થી વર્ગ ૩ની સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનું માર્ગદર્શન નિષ્ણાંત, અનુભવી અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી આર્થિક રીતે નબળા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ સમાજ અને દેશ માટે અમૂલ્ય યોગદાન આપી શકે તેમજ પોતાના કુટુંબનું જીવન ધોરણ ઉપર લાવી સમાજના મુખ્ય પ્રવાહમાં સાથે ભળી શકે. સેમિનાર બાદ યોજાયેલ ઈફતાર પાર્ટીમાં સમાજના વિવિધ સમાજ સેવકો શાહિન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, દાતાઓ, શિક્ષકો સહિત ૬૦૦ જેટલા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks