સેટેલાઈટ ગેંગરેપ : ક્રાઈમ બ્રાન્ચે FSLનો રિપોર્ટ મહિલા આયોગને સોંપ્યો

અમદાવાદ, તા.૭
ચકચારી સેટેલાઈટ ગેંગરેપ કેસમાં રોજે રોજ નવા અને સનસનાટીપૂર્ણ ખુલાસાઓ થઈ રહ્યા છે. એફએસએલના રિપોર્ટમાં ગેંગરેપ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એફએસએલ રિપોર્ટ મહિલા આયોગને સોંપ્યો છે. આ રિપોર્ટમાં ગેંગરેપ થયાની પુષ્ટિ થઈ નથી તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મહિલા આયોગ આ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકારને આગળની કાર્યવાહી માટે ભલામણ કરશે. સનસનાટીપૂર્ણ અમદાવાદના સેટેલાઈટ ગેંગરેપ કેસનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે મહિલા આયોગને રિપોર્ટ સોંપી દીધો છે. એફએસએલના આ રિપોર્ટમાં ગેંગરેપની આખી થિયરી જ ઊંધા માથે પટકાતી જણાઈ આવે છે. અમદાવાદના ઘોડાસરની રર વર્ષીય યુવતી પર સેટેલાઈટ વિસ્તારમાં અપહરણ કરી બે વ્યક્તિઓએ ગેંગરેપ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદીઓને હચમચાવી નાંખ્યા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેનું અપહરણ કરીને ગાડીમાં જ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો એટલું જ નહીં આરોપીઓએ તેને બ્લેકમેઈલ કરતા હતા અને રૂપિયા પ૦ હજારની માગણી કરતા હતા. ત્યારબાદ પીડિતાના નમૂના લેવામાં આવ્યા હતા જે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. એફએસએલે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રોનું કહેવું છે કે, એફએસએલના આ રિપોર્ટમાં યુવતી સાથે ગેંગરેપ થયો જ ન હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટના આધારે ગેંગરેપને પુષ્ટિ ન થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આમ પીડિતા દ્વારા ગેંગરેપની થિયરી જ ખોટી સાબિત થતી હોવાની માલૂમ થાય છે. યુવતીએ અગાઉ ક્રાઈમ બ્રાન્ચ પર તપાસ યોગ્ય રીતે ના કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પીડિતાએ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જ.કે.ભટ્ટ પર ગંભીર આરોપ લગાવી તેમને તપાસમાંથી હટાવવાની માગણી કરી હતી. ત્યારબાદ જે.કે.ભટ્ટને આ કેસની તપાસમાંથી હટાવી લેવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks