ઉદ્યોગપતિ ગજેરાને જમીન કેસમાં રેગ્યુલર જામીન મળતા સમર્થકોમાં ખુશી

અમરેલી, તા. ૯
અમરેલીના વતની અને સુરતના ઉદ્યોગપતિ તેમજ અમરેલી અને સુરતમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ ચલાવનાર વસંત હરિભાઈ ગજેરા જમીન કેસમાં કેટલાક સમયથી જ્યુડિયસલ કસ્ટડીમાં જેલમાં હતા. આજે હાઇકોર્ટ દ્વારા તેમને રેગ્યુલર જામીન મળતા તેમની તમામ સંસ્થાઓમાં તેમજ તેમના શુભ ચિંતકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને તેમના છૂટવાની ખુશીમાં તમામ સંસ્થાઓમાં પેંડા વહેંચી ખુશી મનાવી હતી.
વસંતભાઈ ગજેરાને વેસુ જમીન કેસમાં ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે ત્યારે વસંત હરિભાઈ ગજેરાની સુરત અને અમરેલી સ્થિત શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે વિદ્યાસભા, ગજેરા એન્જીનીયરીંગ કોલેજ, શાન્તાબા મેડિકલ કોલેજ અમરેલી ગજેરા સંકુલ વાત્સ્લયધામ સુરત, શાંતાબેન ચેરીટેબલ ટ્રસ્ટના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી તેમજ વસંત ગજેરાના જામીન મળ્યાના સમાચાર મળતાજ સામાજિક સંગઠનો તેમજ એસોશએશનો, રાજ્સવી રતનો તેમજ સહકારી આગેવાનો તેમજ ઔધોગિક રત્નો અને શુભ ચિંતકોમાં આ સમાચાર મળતા જ ખુશી વ્યાપી ગઈ હતી અને ખુશીમાં પેંડા વહેંચાયા હતા, પટેલ સમાજના પ્રમુખ ડીકે રૈયાણી, ખોડલધામ ટ્રસ્ટી વંસતભાઈ મોવલિયા, તેમજ દિનેશ બામભરોલીયા, હરેશ બાવીસી વગેરે એ હાઇકોર્ટના આ ફેંસલાને વધાવી ન્યાય તંત્રની કદર કરી ખુશી મનાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts