(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતી પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા રાખી સાસરિયાઓએ તેણી પાસેથી રૂા.૧૫ લાખની દહેજની અવાર નવાર માંગણી કરતાં ત્રાસેલી પરિણીતાએ પોતાના રૂમમાં સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.શહેરના પાંડેસરા સ્થિત ભેસ્તાનની ભૈરવ નગર સોસાયટીની બાજુમાં આવેલી આદર્શનગર સોસાયટીમાં રહેતાં સતીષ દરરિમ ગુપ્તાની પત્નીએ શીતળા સાતમના દિવસે પોતાના ઘરે સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ સતીષ ગુપ્તાને તેની પત્નીનો તેના મોટાભાઈ સંતોષ (જેઠ) સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી. જે શંકાના આધારે તેની પત્નીને માર મારી અત્યાચાર ગુજારતો હતો તથા સમાજમાં બદનામી કરવાની ધમકી આપી ૧૫ લાખ રૂપિયાનું દહેજ માંગતો હતો. જેના કારણે પતિના અસહ્યત્રાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાઈ આયખું ટુંકાવી લીધું હતું. આશ્વપઘાતના બનાવ અંગે પાંડેસરા પોલીસમાં પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે માર મારવા તથા દહેજ ધારી હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઈ એચ.આર. સાઠેએ વધુ તપાસ શરૂ કરી હતી.