(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૪
ખાનગી ઈન્સ્ટીટ્યુટમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતા માંજલપુરના વિદ્યાર્થીએ ભણવાના બોજથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના માંજલપુર વિસ્તારની પ્રમુખ પ્રસાદ ચોકડી પાસેની ડ્રીમ લેન્ડ સોસાયટીમાં રહેતા પ્રિતેશભાઈ પટેલ ટ્રાન્સપેક કંપનીમાં નોકરી કરે છે. તેમનો ૧૮ વર્ષીય પુત્ર આકાશ ખાનગી ઈન્સ્ટીટ્યુટમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે અભ્યાસ કરતો હતો તેના પિતા સોમવારે નોકરી પર હતા, માતા તથા બહેન ઘરની બહાર હતા તે વખતે આકાશે સાંજના સમયે અભ્યાસના બોજથી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પુત્રના મૃતદેહને લટકતો જોઈ પરિવારજનોએ બુમાબુમ કરી મૂકી હતી. બનાવની જાણ માંજલપુર પોલીસને કરતા દોડી આવેલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
Facebook
0
Twitter
0