માતા સાથેની બોલાચાલીમાં લાગી આવતા પુત્રીએ ગળાફાંસો ખાધો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતી ધો. દશની વિદ્યાર્થિનીએ ટ્યુશન વાનના ભાડા મુદ્દે માતા સાથે બોલાચાલી થતાં તણીને લાગી આવતાં ઘરના સ્ટોર રૂમમાં જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉન પાટિયા ખાતે આવેલ નિષાદ પાર્કમાં રહેતા અનવર હુસેન મોહમ્મદ સાદિક ખાનની પુત્રી કરીના (ઉ. વ. ૧૭) એ ગઇકાલે બપોરે પોતાના ઘરના ધાબા ઉપર આવેલા સ્ટોર રૂમમાં જઇ લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સાંજે તેની કાકી કપડાં લેવા માટે ઉપર ગઇ હતી ત્યારે તેણીને લટકી જઇ તેમના પગ તળેથી જમીન શકી ગઇ હતી તેમજ ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે સચિન જીઆડીસી પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, કરીના પરિવારમાં માતા પિતા તથા બે ભાઇ અને બે બહેનો સહિત સયુંક્ત પરિવારમાં રહેતી હતી. તેના પિતા લેબર કોન્ટ્રાક્ટર છે. કરીના પાંડેસરામાં આવેલી મેરી ઇગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેની ટ્યુશન વાનની બે મહિનાનું ભાડું બાકી હતું જેથી તેનીએ માતા રેહાનાબેનને ભાડું સમયસર આપી દેવાનું કહેતા તેની માતાએ કાલે આપી દઇશું તેમ કહેતા માતા સાથે તેની બોલાચાલી થઇ હતી. ત્યારે બાદ તે ગુસ્સામા સ્ટોર રૂમમાં ગઇ હતી. અને ત્યાં ફાસો ખાંઇ લીધો હતો.બનાવ અંગે સચિન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks