મોરબી, તા.૩૦
મોરબીના લખધીરપુર રોડ પર મેટ્રો પોલીટન સીરામીક એકમના લેબર કવાર્ટરમાં રહેતા શ્રમિક પરીવારની અંદાજે પાંચ વર્ષની માસુમ બાળકીની તીક્ષ્ણ હથિયાર વડે ગળુ કપાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે પ્રાપ્ત વિગત અનુસાર મોરબી લખધીરપુર રોડ પર મેટ્રો પોલીટન સીરામીક એકમમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની અંદાજે પાંચ વર્ષની બાળા લાપતા બની હતી ત્યારબાદ આજે પરપ્રાંતિય શ્રમિક પરીવારની ભોગ બનેલ બાળકીનો પરીવાર રહેતો હતો તેની બાજુમાં તાળુ મારેલ રૂમમાં તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તીક્ષ્ણ હથિયાર વડે માસુમ બાળકીની કુર હત્યાથી શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે મેટ્રોપોલીટન સીરામીક એકમમાં રહેતા બલરામભાઈની માસુમ બાળકીને અલ્લાબાદનો શખ્સ જે ભેદી સંજોગોમાં ગુમ થયેલ છે મધરાત્રે ઉઠાવી જઈને તેણીના રૂમમાં ક્રૂર હત્યા કરી ફરાર થઈ ગયો હોવાનુ તારણ પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી શંકાસ્પદ હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે બનાવના પગલે ડીવાયએસપી બન્નો જોષી તાલુકા પીએસઆઈ રાણા સહિત મોરબી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકીના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી રહ્યા છે.