National

હરિયાણામાં લશ્કર-એ-તોયબાના ફંડ દ્વારા મસ્જિદ નિર્માણ કરાયાના NIAના દાવા ગામ લોકોએ નકાર્યા

(એજન્સી) તા.૧૮
હરિયાણાના પલવલ જિલ્લાના ઉત્તાવર ગામમાં એક નિર્માણાધીન મસ્જિદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની નજરોમાં આવી હતી અને એનઆઇએ એવો દાવો પણ કર્યો હતો કે આ મસ્જિદના નિર્માણ માટે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા દ્વારા ફંડિંગ કરવામાં આવ્યું છે. જોકે ગામના જ એક સરપંચ જે મુસ્લિમ નથી છતાં તેમણે એનઆઈએના દાવાને નકારી કાઢ્યા છે. નોંધનીય છે કે આતંકી ફંડિંગના મામલાની તપાસ કરતી એનઆઈએ એજન્સીના અધિકારીઓ ત્રીજી ઓક્ટોબરે ઉત્તાવર ગામમાં આવેલી ખુલફા-એ-રાશેદિન મસ્જિદમાં આવી પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે ત્રણ લોકોની ધરપકડ પણ કરી લીધી હતી. જેમાં મોહમ્મદ સલમાન, મસ્જિદના ઈમામ સાહેબ મોહમ્મદ સલમાન અને સજ્જાદ અબ્દુલ વાનીનો સમાવેશ થાય છે. એનઆઈએના પ્રવક્તાએ એક જાણીતા મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મસ્જિદના ઇમામ મોહમ્મદ સલમાનને દુબઈમાં રહેતા પાકિસ્તાની મૂળના એક નાગરિક કામરાને ૭૦ લાખ રૂપિયા મોકલ્યા હતા. સલમાનને આ પૈસા દુબઈથી હવાલા તરીકે મળ્યા હતા. અમને વિશ્વાસ છે કે કામરાન લશ્કર-એ-તોયબા માટે કામ કરે છે અને તે આતંકીઓને ફંડિંગ પણ કરે છે. જોકે આ મામલે ઉત્તાવર ગામના મુસ્લિમો અને બિન મુસ્લિમ ધર્મના લોકો પણ કહી રહ્યાં છે કે એનઆઈએના દાવા ખોટા છે. ગામના સરપંચ રમેશ પ્રજાપતિએ આ મામલે એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મસ્જિદ માટેની જમીન પણ કાયદેસર છે અને ગામના ઘણાં લોકોએ મસ્જિદના નિર્માણકાર્ય માટે પૈસા પણ આપ્યા છે. તેમણે કહ્યું કે જમીન મસ્જિદ માટે જ આપવામાં આવી હતી. ગામના લોકોએ બેઠક યોજી હતી અને મસ્જિદ માટે જમીન આપવાની ઈચ્છા વ્યક્ત કરાઈ હતી. અન્ય એક મૌલવીએ પણ એનઆઈએના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સવાલ કર્યો કે પોલીસ ચોકી અને સરકારી શાળા પણ મસ્જિદની નજીક છે. અમે હિન્દુ ભાઈઓ સાથે હળીમળીને રહીએ છીએ તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીં કેવી રીતે થઇ શકે ?

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.