ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા, તેથી હિન્દુઓએ બકરીનું માંસ ખાવાનું બંધ કરવું જોઇએ : નેતાજીના પ્રપૌત્ર

(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૮
સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્રકુમાર બોઝે એવું ટિ્‌વટ કર્યું કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી બકરીનું દૂધ પીતા હતા અને બકરીને માતા તરીકે માનતા હતા તેથી હિન્દુઓએ બકરીનું માંસ ખાવાનું છોડી દેવું જોઇએ. તેમણે ટિ્‌વટમાં એવું પણ લખ્યું કે ગાંધીજી કોલકાતામાં વુડબર્ન પાર્કમાં આવેલા મારા દાદા સરત ચંદ્ર બોઝના ઘરે રોકાતા હતા. ગાંધીજીએ તે વખતે બકરીના દૂધની માગણી કરી હતી અને ગાંધીજી માટે ઘરે બે બકરી લાવવામાં આવી હતી. ગાંધીજી હિન્દુઓના રક્ષક હતા. તેઓ બકરીનું દૂધ પીતા હોવાથી બકરીને તેઓ માતા તરીકે માનતા હતા, તેથી હિન્દુઓએ બકરીનું માંસ ખાવાનું છોડી દેવું જોઇએ. ચંદ્રકુમાર બોઝના ટિ્‌વટથી ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયને માઠું લાગ્યું છે. ત્રિપુરાના રાજ્યપાલે ચંદ્રકુમાર સામે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે ન તો ગાંધીજી અને ન તો તમારા દાદા ક્યારેય કહ્યું કે બકરી અમારી માતા છે. આ તમારો નિષ્કર્ષ છે. ન તો ગાંધીજી કે અન્ય કોઇએ જાહેર કર્યું કે તેઓ હિન્દુઓના રક્ષક છે. અમે હિન્દુઓ બકરીને નહીં, ગાયને માતા માનીએ છીએ. આવી ખોટી વાત ફેલાવશો નહીં. બકરી અને ગાયના માંસ અંગે ટિ્‌વટર પર ચંદ્રકુમાર બોઝ અને તથાગત રોય વચ્ચે વિવાદ સર્જાયો છે.
પોતાના નિવેદન અંગે ખુલાસો કરતા ચંદ્રકુમાર બોઝે જણાવ્યું કે મારા ટિ્‌વટને ઉંડાઇપૂર્વક સમજવું જોઇએ. સમગ્ર દેશ હિંસક ટોળા દ્વારા માણસને રહેંસીનાખવાની ઘટનાઓ જોઇને આઘાતમાં છે અને લોકો પરેશાન છે. તેમણે એવું પણ કહ્યું કે ધર્મને રાજનીતિ સાથે જોડવું જોઇએ નહીેં. ચંદ્રકુમાર પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ છે. તેઓ ૨૦૧૬માં ભાજપમાં જોડાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks