ગાંધીજીના આશ્રમમાં આભડછેટના વિરોધમાં આશ્રમના દલિતો અલગથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
અસ્મૃશ્યતા નાબૂદ કરવા માટે હંમેશા પ્રયત્ન રહેલા અને દલિતોને સાથે રાખીને આઝાદીની લડત લડનારા મહાત્મા ગાંધીના જ સાબરમતી આશ્રમમાં રહેતા દલિતો સાથે આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા આભડછેટ રખાતી હોવાની વારંવારની ફરિયાદો છતાં કોઈ નિવેડો ના આવતા આ વર્ષે આશ્રમના ટ્રસ્ટીઓનો વિરોધ કરવા દલિતો તા.૧પ ઓગસ્ટે અલગથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ અંગે સાબરમતી હરિજન આશ્રમ બચાવ સમિતિના સંયોજક ધિંમત બઢિયાએ જણાવ્યું હતું કે સાબરમતી આશ્રમની ૧૦૦ વર્ષની ઉજવણી ટાણે આશ્રમના દલિતોને અવગણના કરવામાં આવી હતી. જેના વિરુધ્ધમાં આશ્રમના દલિત ભાઈઓએ ધરણા કરીને વિરોધ કર્યો હતો. તદઉપરાંત સાબરમતી હરિજન આશ્રમને માત્ર સાબરમતી આશ્રમ દર્શાવવા સહિત આશ્રમમાં ગાંધીજીના સાદગી સહિતના મૂલ્યોને જાળવવાને બદલે આશ્રમના ડાયરેકટર દ્વારા મનઘડત નિર્ણયો લેવામાં આવે છે. જેથી અમે ઘણા સમયથી આશ્રમના ડાયરેકટરના રાજીનામા અને આશ્રમનું સાચુ નામ બોર્ડ ઉપર લખવાની માગ કરી રહ્યા છીએ. જે અંગે વારંવાર આશ્રમના ટ્રસ્ટી મંડળને અમે લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તદઉપરાંત ગાંધીજી તો દલિતોને સાથે લઈને ચાલતા હતા. જયારે તેમના બનાવેલા સાબરમતી આશ્રમમાં વિવિધ ટ્રસ્ટોમાં એક પણ દલિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમારી સાબરમતી હરિજન આશ્રમ બચાવ સમિતિના સંયોજક શૈલેષ રાઠોડ, હેમંત ચૌહાણ સાથે મળીને અમે નક્કી કર્યું છે કે, આ વર્ષે તા.૧પ ઓગસ્ટના રોજ અમે તિરંગો સાબરમતી આશ્રમમાં ફરકાવીશું નહીં પરંતુ આશ્રમની સામે આવેલી પંડિતજીની ચાલીની બાજુમાં આશ્રમના દલિતો ઝંડો ફરકાવીને રાષ્ટ્રીય પર્વ મનાવીશું. જેના થકી આશ્રમના બહેરા ટ્રસ્ટીઓને અમારા વિરોધની ગૂંજ સંભળાય એમ ધિંમત બઢિયાએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks