સીબીઆઈમાં મચેલી બબાલને પગલે કોંગ્રેસ દ્વારા શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી રાજ્યની સીબીઆઈની મુખ્ય કચેરી બહાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, આ વિરોધ પ્રદર્શનને મંજૂરી ન હોવાને લીધે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના તમામ નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે, કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની અગાઉથી જાણ થતાં પોલીસે પહેલાથી જ સીબીઆઈ કચેરીની કિલ્લેબંધી કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.