Gujarat

યુવાનોને ગાંધી મૂલ્યો તથા બુનિયાદી શિક્ષણ તરફ વાળવાના વિવિધ ઉદ્દેશ સાથે ગાંધીયાત્રા કરી

ભાવનગર, તા.રર
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ૧૫૦મી ગાંધી જયંતીના સંદર્ભમાં યોજેલી ૧૫૦ કિ.મી.ની પદયાત્રાનું લોકભારતી સણોસરામાં સમાપન થયું હતું.
વિજય રૂપાણીએ ગાંધીજીના જીવન કવનને ટ્રસ્ટીશિપ સર્વઘર્મ સમભાવ અને સત્ય અહિંસા જેવા વિચારો વિશ્વ આખાનું માર્ગદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાવિ પેઢીને પ્રેરણા અને સ્વરાજ્યને સુરાજ્યમાં પલ્ટાવવાની દિશા ગાંધી વિચારો આપશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ દેશના મહાપુરૂષો ગાંધીજી, સરદાર વગેરેના ત્યાગ તપસ્યા અને દેશ માટેના સમર્પણને આઝાદી પછીના સાશકોએ એક જ પરિવારની ભક્તિ અને ગુણગાન કરવામાં ઇરાદા પૂર્વક વિસરાવી દેવાનો પ્રયાસ કર્યો તેની આલોચના કરી હતી.
વિજય રૂપાણીએ રાજ્ય સરકારે પણ ૧૫૦મી ગાંધીજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી કરીને સ્વચ્છતા અભિયાન સાથે ગરીબ, વંચીત, પીડિત, શોષિત કલ્યાણના અનેક કાર્યક્રમો ઉપાડયા છે. તેની વિશદ છણાવટ કરી હતી વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન ‘દાંડી’ ખાતે યોજાશે.
કેન્દ્રીય સડક રાજ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગાંધી મૂલ્યોના માર્ગે યોજાયેલી પદયાત્રાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણામંત્રી શીવપ્રકાશ શુકલા સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે કહ્યું કે, ગાંધીજીએ જે રીતે દાંડીયાત્રા કરી હતી જેને સમગ્ર વિશ્વે ઐતિહાસિક ઘટના તરીકે સ્વીકારી છે તે જ રીતે ગાંધીજીના વિચારોથી પોષિત અને સ્વ. મનુભાઇ પંચોલી, નાનાભાઇ ભટ્ટ દ્વારા સિંચિત ધરા સણોસરા ખાતે આ યાત્રા પૂરી થઇ છે તે દર્શાવે છે કે, આ યાત્રા ખરા અર્થમાં ગાંધીજીના વિચારો અને મૂલ્યોને ગ્રામજીવન સુધી ઉતારવામાં સફળ રહી છે.
કેન્દ્રીય સડક રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, ગાંધીજીએ દેશને આઝાદી અપાવી તેટલું જ નહીં તેમના સામાજીક મૂલ્યોને વિશ્વ આખું સ્વીકારે છે. ગાંધીજીનાં આ મૂલ્યોનું યુવાનોમાં સિંચન થાય અને બૂનિયાદી શિક્ષણમાં ગાંધી મૂલ્યો ઉજાગર થાય તેવા વિવિધ વિચાર સાથે આ ગાંધી યાત્રા કરી છે.
ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર રાષ્ટ્ર ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે. મહાપુરૂષોના વિચાર, મૂલ્યો સમાજજીવનમાં જાગૃત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રયત્ન કર્યો છે તે સરાહનીય છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મણાર ગામેથી શરૂ થયેલી યાત્રા શિહોર તાલુકાનાં ગ્રામ લોક વિદ્યાપીઢ, સણોસરા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થઇ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Crime DiaryGujarat

  રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

  માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
  Read more
  Gujarat

  હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

  ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.