અંકલેશ્વર, તા.૧૬
વાલિયા તાલુકાની તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાજ શ્રી ગણશે સુગર વટારીયાની આજરોજ તા.૧૬-૧ર-ર૦૧૭ના રોજ બપોરે ૧ઃ૦૦ કલાકે ૩૧મી સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સંસ્થા બોર્ડ ઓફ ડીરેકટરો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સંસ્થાના ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા. સાધારણ સભાની કાર્યવાહી સંસ્થાના ચેરમેન સંદિપ માંગરોલાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી હતી. સંદિપ માંગરોલા દ્વારા એજન્ડા મુજબ કામગીરી રજૂ થતા સંસ્થા સભાસદો દ્વારા દરેક મુદ્દાને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સંસ્થાની સાધારણ સભાની તારીખ નજીક આવતા સંસ્થાનું અહિત ઈચ્છનારા કેટલાક સભાસદો દ્વારા અધુરી જાણકારીને લઈ છેલ્લા છ-સાંત મહિનાથી સંસ્થાનાં સભાસદોને ગેરમાર્ગે દોેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તેમજ સંસ્થાને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા હતા. આ સભાસદોએ સંસ્થાની સાધારણ સભામાં હાજર રહી વ્યવસ્થાપક સમિતિ સમક્ષ દરેક મુદ્દાઓને લઈને રજૂઆત કરતા તેના દરેક પ્રશ્નોનો સંસ્થાના ચેરમેન સંદિપ માંગરોલા દ્વારા પુરાવા સાથે અને આંકડાકીય માહિતી સાથે હાકારત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા. શ્રી ગણેશ સુગર વટારીયા સહકારી ધોરણે ચાલતી સંસ્થા છે જેમાં કેટલાક લોકો દ્વારા મારી રાજકીય કારકિર્દીને લઈ ખોટી રીતે આ સંસ્થામાં રાજકારણ ઘુસાડવાનાં પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આ સંસ્થામાં ક્યારેય હું રાજકારણ ઘુસવા નહીં દઉ. મારા અત્રેના નેતૃત્વ હેઠળ આ સંસ્થામાં કોઈપણ જાતનો ભેદભાવ કર્યા વગર દરેક સભાસદોનું હિથ જળવાય તેમજ દરેક સભાસદ સંસ્થા થકી આર્થિક રીતે પગભર થાય તેવા હરહંમેશ મારા પ્રયત્નો રહ્યાં છે અને કરતો રહીશ. આ વિસ્તારના નાના અને સીમાંત તેમજ આદિવાસી ખેડૂતોને કોઈપણ જાતના ભેદભાવ વગર ખેતી માટે ધિરાણ સંસ્થાના નિયમાનુસાર આપવામાં આવે છે. તેઓએ જણાવ્યું હતું કે મારા દ્વારા જ્યારે આ સંસ્થાનું નેતૃત્વ સંભાળવામાં આવ્યું ત્યારે સંસ્થાનું કાર્ય વિસ્તાર ૩૦ કિ.મી. હતું. જેમાં વધારો કરી પૂર્વ પટ્ટીના ટ્રાયબલ વિસ્તારને કાર્યવિસ્તારમાં સમાવવાનું કામ આજ વ્યવસ્થાપક સમિતિએ કર્યું છે અને તેઓનું આર્થિક ઉત્થાન થાય એ જ હેતુ હરહંમેશ રહ્યો છે.
સંસ્થામાં વધુ શેરડી મોકલનાર ખેડૂત સભાસદોને ઈનામ આપી ક્રમશઃ પ્રોત્સાહક મોમેન્ટો અને પ્રમાણપણ્ર એનાયત કરવામાં આવ્યા હતા. વધુમાં સંસ્થા દ્વારા કૃષિ ભુષણ સંજીવ માને ના માર્ગદર્શન હેઠળ હાલમાં હાથ ધરવામાં આવેલ ૧૦૦ મે.ટન/એકર પાયલોટ પ્રાજેક્ટમાં દરેક સભાસદો જોડાય તેવો સંસ્થાના ચેરમેન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સાધારણ સભાની કાર્યવાહી અને પ્રશ્નોત્તરી પૂર્ણ થતા સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.