સુરતની તાપી નદી અને તળાવોમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
આવતીકાલે તા.૨૩મી સપ્ટેમ્બર રવિવારના રોજ શહેરમાં ૬૦ હજારથી વધુ નાની મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ વખતે તાપી નદી અને તળાવોમાં વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી કૃત્રિમ તળાવો અને ડુમસ તથા હજીરાની દરિયામાં જ વિસર્જન થવાનું હોવાથી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.પોલીસ કમિશનર અને પાલિકા કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજીને ગણેશ આયોજકોને આગોતરી જાણ કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા તાપી નદી અને તળાવોમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા શહેરના વિવિધ ૨૨ કૃત્રિમ તળાવો અને ડુમસ તથા હજીરાના દરિયા ખાતે વિસર્જન થઈ શકશે. આ વર્ષે પ્રથમ વખત પર્યાવરણલક્ષી વિસર્જન થવાનું હોવાથી કોઈપણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ૧ પોલીસ કમિશનર, ૨ જાઈન્ટ પો. કમિશનર, ૨ આસી. પો. કમિશનર, ૯ નાયબ પો. કમિશનર, ૧૮ ડીવાયએસપી, ૫૯ પીઆઈ, ૩૨૫ પીએસઆઈ, ૩૫૨૨ પોલીસકર્મી, ૫૦૦૦ હોમગાર્ડ ઉપરાંત બહાર નામથી આવેલ ૮ એસઆરપીની ટીમ, ૧ રેપીડ એકશન ફોર્સની ટીમ, ૧ બીએસએફની ટીમ, ૨ આઈજીપી, ૭ ડીસીપી, ૧૫ ડીવાયએસપી, ૩૦ પીઆઈ, ૬૦ પીએસઆઈ ૫૦૦ પોલીસ કર્મચારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે. ૫ ફૂટથી નાની મૂર્તિઓનુ઼ જ કૃત્રિમ તળાવોમાં વિસર્જન થશે. ૫ ફૂટથી મોટી મૂર્તિઓનું ફરજિયાત ડુમસ અથવા હજીરા ખાતે દરિયામાં વિસર્જન માટે લઈ જવાની કડકાઈથી ફરજ પાડવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks