ગણેશ વિસર્જન : પ્રજાની પરેશાની દૂર કરવા વિસર્જનના સમય અલગઅલગ ન રાખી શકાય ?

  

અમદાવાદ સહિત રાજ્યભરમાં હિંદુ બિરાદરો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં વિવિધ પુલો નીચે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા કુંડ બનાવી વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ કુંડમાં કોઈ વિસર્જન કરતું ન હોવાથી સીધું નદીમાં જ વિસર્જન કરવામાં આવે છે. વિસર્જનને લઈ જમાલપુર, આંબેડકર બ્રિજ, એલીસ બ્રિજ, સરદાર બ્રિજ તથા શાહપુર બ્રિજ વાહન વ્યવહાર  માટે બંધ કરી દેવાયા હતા. પરિણામે બપોર બાદ વાહનચાલકોને લાંબુ અંતર કાપી એકમાત્ર નહેરૂબ્રિજથી જવાની ફરજ પડી હતી. તંત્રએ એક સાથે તમામ બ્રિજ બંધ કરવાને બદલે એક પછી એક બ્રિજ બંધ કરવામાં આવે તો પ્રજાને રાહત મળી રહે. કેટલાક સ્થળોએ તો નજીકમાં રહેતા હોય તેવા લોકોને પણ પ્રવેશતા અટકાવાતા વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો. પરિણામે પોલીસ અને પબ્લિક વચ્ચે ક્યાંક ઘર્ષણના બનાવો પણ બન્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks