પલસાણા ખાતેથી ૮૧૩ ગ્રામ ગાંજા સાથે બે આરોપીની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
સુરત જિલ્લાના પલસાણા ખાતેથી એસઓજી પોલીસે બાતમીના આધારે ૮૧૩ ગ્રામ ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાચંલના વતની અને હાલમાં બલેશ્વર ગામની સીમમાં રહેતા હરીશ રમેશભાઈ રાજેશ્રી, કૃષ્ણકુમાર બખેરૂ વર્મા, પવન વર્મા તથા માલ આપનાર વિગેરેઓ પલસાણા વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એસઓજીના પીએસઆઈ પી.એન. ઝઝુવાડીયા તેઓને રસ્તા આંતરીને તપાસ કરતા હરીશ અને કૃષ્ણકુમાર નામના બે આરોપીઓ પાસેથી ૮૧૩ ગ્રામ ગાંજાનો જથ્થો મોપેડ, બે મોબાઈલ ફોન તથા ૬૪૧૦ રોકડા મળી કુલ્લે ૪૪૭૮૮/-નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી. જ્યારે પવન વર્મા અને માલ આપનાર એક ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. પલસાણા પોલીસે એનડીપીએસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks