(એજન્સી) તા.૪
પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા અનુબ્રત મોંડલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે કાર્યકરોને કહી રહ્યા છે કે, ભાજપ કાર્યકરોને ગાંજો રાખવા માટેના કેસમાં ફસાવી દો. આ વીડિયો ર સપ્ટેમ્બર રવિવારનો છે. જ્યારે તે કોલકાત્તાથી ૧૭૦ કિ.મી. દૂર પાર્ટી કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા. જો કે મોંડલે આ વીડિયોને નકલી ગણાવતા કહ્યું હતું કે, તેમને ખબર નથી કે આ વાયરલ જૂઠ કોણે ફેલાવ્યું છેે. ઉલ્લેખનીય છે કે, મોંડલ વીરભૂમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ છે.
Facebook
0
Twitter
0