પાનોલી જીઆઈડીસીમાં નાસ્તાની આડમાં ગાંજો વેચનાર ઈસમ ઝડપાયો

અંકલેશ્વર, તા. ર૭
ભરૂચ એસઓજીએ પાનોલી જીઆઈડીસીમાં ચા-નાસ્તાની કેબીનની આડમાં ગાંજાનો વેપલો કરતા આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી ૧.૪૫૫ ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભરૂચ એસઓજીને પોલીસ અધિક્ષકની મળેલી સૂચના મૂજબ વિવિધ ગુના સંબંધીત ડિટેક્શન માટે પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમીનાં આધારે જીઆઈડીસી વિસ્તારમાં ચા-નાસ્તાની આડમાં નશીલા પદાર્થનો વેપલો કરતા સલીમ દિન મહંમદ શેખ (રહે. ખરોડ)ને ત્યાં તપાસ કરી હતી. જ્યાં કેબિનમાં સંતાડેલા કાગળના પડીકામાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો જેનું વજન ૧.૪૫૫ કિલોગ્રામ મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા ૧૦૧૮૫ના મુદ્દામાલ સાથે સલીમ શેખની ધરપકડ કરી હતી. જેની સામે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks