ગારિયાધારના માંડવીની પાટીદાર મહિલા ઉપર દુષ્કર્મ આચરી હત્યાના બનાવમાં ત્રણ ભાઈ સહિત પાંચની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૩૧
ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર બનેલા ગારિયાધારના માંડવી પાટીદાર મહિલા ઉપર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા પ્રકરણમાં પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. સગા ત્રણ ભાઈઓ સાથે પાંચની ધરપકડ આજરોજ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝડપાયેલા આરોપીઓને ગારિયાધાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.
આ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે ગત તા.૧ ડિસેમ્બર એટલે કે એકાદ વર્ષ પૂર્વે પટેલ મહિલા વાડીએથી ઘરે આવી રહી હતી તે વેળાએ કોઈ અજાણ્યા શખ્સોએ તેણી ઉપર દુષ્કર્મ આચરી બોથડ પદાર્થના ઘા ઝીંકી આ મહિલાની હત્યા કરી આરોપી નાસી ગયા હતા. આ બનાવને લઈને ભાજપ, કોંગ્રેસના રાજ્યકક્ષાના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ હાર્દિક પટેલ તેમજ દિલ્હી કક્ષાના રાજકીય નેતાઓએ માંડવી ગામની મુલાકાત લઈ પીડિત પરિવારને સાંત્વના આપી આ બનાવની યોગ્ય અને ન્યાયી તપાસ સરકાર કરે અને સાચા આરોપીને ઝડપી લે તેવી માંગ કરવામાં આવી હતી.
આ સમગ્ર બનાવની ગંભીરતા લઈ ભાવનગરના રેન્જ આઈ.જી. અમીતકુમાર વિશ્વકર્માએ આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં માંડવી ગામના બે શંકાસ્પદ શખ્સોને ઝડપી લઈ પોલીસે લાઈ ડિટેકટર ટેસ્ટ પણ કરાવ્યા હતા. આઈજી અમીતકુમાર વિશ્વકર્માએ માંડવી ગામના જ ત્રણ સગાભાઈઓ આહીર અમરૂ ઉકાભાઈ ભેડા (ઉ.વ.ર૩), ભાવેશ ઉર્ફે લાલો ઉકાભાઈ ભેડા (ઉ.વ.રપ), મુકેશ ઉકાભાઈ ભેડા (ઉ.વ.ર૯), વિક્રમ ભગવાનભાઈ ભેડા (ઉ.વ.૩૦) અને રાજુ ઘુસાભાઈ ભેડા (ઉ.વ.રપ) સહિતના પાંચ શખ્સોની પોલીસે ધરપકડ આજરોજ કરી હતી.
બહુ ચર્ચીત માંડવી ગામની મહિલા ઉપર દુષ્કર્મ અને હત્યા મામલે રેન્જ આઈ.જી.એ પાંચ પૈકી ત્રણ સગા ભાઈઓ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓને ગારીયાધાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. રિમાન્ડ મળ્યા બાદ આ પ્રકરણની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવશે તેમ રેન્જ આઈ.જી. અમીતકુમાર વિશ્વકર્માએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks