‘ગરવી ગુજરાત’ ભવનનું બીજી સપ્ટેમ્બરે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

અમદાવાદ, તા.ર૧
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશના પાટનગર દિલ્હી ખાતે અકબર રોડ ઉપર રૂા.૧૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત “ગરવી ગુજરાત ભવન”નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ લોકાર્પણ કરાશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દિલ્હી ખાતે દાયકાઓથી ગુજરાત ભવન કાર્યરત છે જ પરંતુ વધતી જતી જરૂરિયાતો તથા નાગરિકોના ઘસારાને પહોંચી વળવા માટે આ નવનિર્મિત ભવનનું નિર્માણ કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ૭૦૬૬ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી જેની તમામ કિંમત રાજ્ય સરકારે ભરી દીધી હતી અને આજે આ ભવ્ય અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ રાજ્ય સરકારની માલિકીનું નવીન ભવન બાંધવામાં આવ્યું છે. જેમાં ૧૯ સ્યુટ રૂમ, ૫૯ અન્ય રૂમ, બિઝનેશ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપરપઝ હોલ, વિવિધ ચાર અન્ય લોન્જ, લાયબ્રેરી, યોગા સેન્ટર, જીમ્નેશિયમ, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks