કોમી એકતાની મિશાલ ગણાતા
બંને કોમના આગેવાનો જીદ પર આવી જતાં ફોર્મ જ ન ભરાયું વહીવટદારના શાસન બાદ સમરસ ગ્રા.પં.નો સૂર લોકોએ રજૂ કર્યો
પાલનપુર, તા.૧૩
પાલનપુર તાલુકાના ગઠામણ ગ્રામ પંચાયતના સરપંચના નામ પર વિવાદ થતા પંચાયતની ચૂંટણીમાં એક પણ ફોર્મ ભરાયું નથી. ગ્રામ પંચાયત સ્થાપના બાદ ગઠામણ ગામ માત્ર એક જ વાર વર્ષો પૂર્વ પંચાયતની ચૂંટણી થઇ હતી આજ દિન સુધી સમરસ થતું ગઠામણ ગામ સરપંચ પદ ઉમેદવારના નામની જીદ પર બે સમુદાય વચ્ચે વિવાદ સર્જાયો છે.
જિલ્લા મથક પાલનપુરથી ૫ કિલોમીટરના અંતરે આવેલું ગઠામણ ગામમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો રહે છે.
આ ગ્રામ પંચાયત રાજની સ્થાપના થયા બાદ માત્ર એક જ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી વર્ષો પહેલા થઇ હતી પરંતુ આજ પેઢી એ ગ્રામ પંચાયત ચૂંટણીમાં કયારે મત આપ્યો નથી. ગામની પરંપરા મુજબ અનેક વર્ષોથી બિનહરીફ પંચાયતમાં સરપંચ મુસ્લિમ હોય તો ઉપસરપંચ હિન્દુ અને જો સરપંચ હિન્દૂ હોય તો ઉપરપંચ મુસ્લિમ હોય છે. ગઠામણ ગામ કોમી એકતાના પ્રતીક સમાન ગામ લોકો હળીમળીને રહે છે. જો કે આ વખતે ગ્રામ પંચાયત ચૂંટણી જાહેર થયા બાદ સમરસ ગામ માટે સરપંચ ઉમેદવાર નામ પર વિવાદ થયો હતો. જો કે વિવાદ ના વાદ પર સરપંચ પદ નામે બંને કોમના આગેવાનો જીદ પર આવી ગયા હતા. જો કે ગામની કોમી એકતા પણ એટલી જ મજબૂત છે કે જ્યાં સુધી ફાઈનલ નિર્ણય નથી આવ્યો ત્યાં સુધી આખા ગામમાંથી કોઈએ પણ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી. જો કે પ્રથમ વખત આ ગામમાં સરપંચ પદને લઇને વિવાદમાં સમરસ ગામ માટે પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું ચુકી ગયા છતાં પણ ગામ ના લોકો વહીવટદારના શાસન બાદ આગામી સમયમાં સમરસ ગ્રામ પંચાયતનો સૂર રજૂ કર્યો હતો.