ભાવનગર,તા.ર૧
ભાવનગર જિલ્લાના ગઢડા પાસે શ્રમજીવી પરિવારની માસૂમ ૪ વર્ષની બાળા સાંજે પોતાના ઘર પાસે રમી રહી હતી. ત્યારે અચાનક ગુમ થઈ જતા તેના પરિવાર અને આડોશ પાડોસીઓએ ચિંતા ભરી શોધખોળ શરૂ કરતા અને આ બાબત પોલીસને જાણ કરાતા રાત્રીના ર વાગે બાળાનો અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમ્યાન આજ સવારે શોધખોળ દરમ્યાન રસનાળ ગામે નદીના કાંઠે બાવળની કાંટમાંથી આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રથમ દૃષ્ટિએ અપહરણ બાદ બાળા સાથે દુષ્કર્મની ઘટના બહાર આવી છે. જો કે પોલીસે પેનલ પી.એમ.ના રિપોર્ટ બાદ જ કશું કહીં શકાય તેમ જણાવી તપાસ હાથ ધરી છે.આ ઘટનાને પગલે બોટાદ જિલ્લા પોલીસ વડા પરમાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ અંગે લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ છે જો સમાજમાં નાની માસૂમ બાળાઓ સલામત નથી તો તેવા કાયદા કાનૂન શંું કામના ? તેવું લોકો રોષપૂર્વક કહી રહ્યા છે.
Facebook
0
Twitter
0