Gujarat

સુરતમાંથી જ્વેલર્સનું ૧.૪૭ કરોડનું ઉઠમણુ કરીને ભાગેલ ગઠિયો અમદાવાદમાં ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩૦
સુરતમાં થોડા મહિના પહેલા કેટલાક જ્વેલર્સ પાસેથી મોટા પ્રમાણમાં સોનુ પડાવી કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને ભાગેલા ગઠિયાને અમદાવાદમાં ઝડપી લેવામાં આવ્યો છે. અને હાલમાં વસ્ત્રાપુર પોલીસે તેની અટક કરી છે. જોકે, આ ગઠિયાને સુરત જ્વેલર્સના સાગરીતોએ પકડી પાડ્યું હતું. ત્યારે ગઠિયો પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. આ ગઠિયો સુરતમાં કરોડોનું ઉઠમણું કરીને ભાગતો ફરતો હતો અને થોડા દિવસ પછી થાઇલેન્ડ ભાગવાની ફિરાકમાં હતો. તે પહેલા તે પકડાઇ ગયો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ સુરતના રહેવાસી ગઠિયા ઉમંગને અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલા એસજી હાઇવે પાસે એક હોટલમાંથી પકડી લેવામાં આવ્યો છે. પોલીસે તેની અટક કરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર ઉમંગએ થોડા મહિનાઓ પહેલા મોટા જ્વેલર્સ તરીકે ખોટી ઓળખ આપી હતી અને સુરતના કેટલાક જ્વેલર્સને વિશ્વાસમાં લઇને તેમની પાસેથી કરોડો રૂપીયાની કિંમતનું સોનુ પડાવ્યું હતું અને તેણે નાણાં ચુકવવાને બદલે ઉઠમણું કરીને ભાગી ગયો હતો. ઉમંગ ગાયબ થતા તેને સોનુ આપનારા જ્વેલર્સ ચોકી ગયા હતા અને આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં તેના વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમા એક બાજુ પોલીસ દ્વારા આ તપાસ ચાલી રહી હતી અને બીજી બાજુ વેપારીઓ પણ પોતાની રીતે તેની શોધખોળ કરતા હતા. આ દરમિયાન ઉમંગ અમદાવાદમાં રોકાયો હોવાની માહિતી મળતા સુરતના વેપારીઓના માણસો અમદાવાદ એસજી હાઇવે પર આવેલ એક મોટી હોટલ પાસે પહોંચ્યા હતા, અને ઉમંગને પકડી પાડ્યો હતો અને પોતાની સાથે લઇ જવા માટે દબાણો કરતા હતા ત્યારે ગઠિયો ઉમંગ ગભરાઇ ગયો હતો અને પોલીસનો સંપર્ક કરી વસ્ત્રાપુર પોલીસ મથકમાં પહોંચી ગયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું, પોલીસ દ્વારા કરેલી પુછપરછમાં ઉમંગે સુરતમાં ૧.૪૭ કરોડનું ઉઠમણું કર્યું હોવાનું જાણાવ મળ્યું હતું. પોલીસે તેની અટક કરી લીધી હતી અને તેની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઉમંગ થોડા દિવસ પછી થાઇલેન્ડ ભાગવાની ફિરાકમાં હતો પણ તે પહેલાજ તે પકડાઇ ગયો છે. જાણવા મળતી માહિતી અનુસાર આરોપી ઉમંગ કાનાણી વેપારીઓને પોતે મોટો વેેપારી હોવાની ઓળખ આપીને સોનુ લઇને તેમને નાણાં ચુકવવાને બદલે છેતરપિંડી કરીને ભાગતો ફરતો હતો, તેના વિરુદ્વમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.