ગૌરક્ષા અને લવજેહાદના નામે હિંસાને પ્રોત્સાહન આપવા માટે VHPની ૫૦૦૦ લોકોની ભરતી કરવાની યોજના

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૧
દેશમાં ગૌરક્ષાના નામે અગાઉથી જ સ્થિતિ વણસી ચૂકી છે અને બીફના નામે થઇ રહેલી હિંસામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. પરંતુ હિંદુવાદી સંગઠનો હજુ પણ દેશમાં સાંપ્રદાયિકતા ફેલાવવામાં રોકાવાનું નામ નથી લેતા. ઉત્તરપ્રદેશમાં સત્તાધારી યોગી સરકારના રાજમાં હિંદુવાદી સંગઠનો વધુ સક્રિય થઇ ગયા છે. વીએચપી લવજેહાદ, ગૌરક્ષા અને ધર્માંતરણ જેવા મુદ્દાઓ પર ગંભીર છે અને આગામી સમયમાં તેને રોકવા માટે અભિયાન ઝડપી બનાવવા માટે તત્પર બની છે.
એક બેઠકમાં વીએચપીના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ જાહેરાત કરી હતી કે, ૫૦૦૦ કાર્યકરોની ભરતી સપ્ટેમ્બરમાં યુપીના અલીગઢમાં થવા જઇ રહી છે જે આ તમામ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, વિહિપ કાર્યકર જ્યાં પણ હોય તે શેરીઓમાં વિહિપની સમિતિ હોવી જોઇએ. સંગઠનનું કામ સમય આપીને જ કરાઇ શકે અને હાલની અનુકૂળતાના સમયમાં અમારે આ કામ ઝડપી કરવું જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks