ગૌરી લંકેશ મર્ડર : અટકાયતમાં હોવા છતાં પણ આરોપી નવીનકુમારે મુખ્ય સાક્ષીને ધમકાવવા પ્રયત્ન કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ગૌરી લંકેશ હત્યામાં પ્રથમ આરોપી કેટી નવીનકુમાર પર કથિત રીતે ડરાવવા અને ધમકાવીને પુરાવાઓ રજૂ કરવા રોકવાના પ્રયાસોનો મુખ્ય સાક્ષીએ આરોપ મૂકયો છે. નવીનકુમારે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે જ્યાં સુનાવણી દરમિયાન મુખ્ય સાક્ષીએ નવીનકુમાર પર આ આરોપ મૂકયો હતો. સરકારી વકીલ ટીએમ નરેન્દ્રે જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે, નવીનકુમાર અટકાયતમાં હોવા છતાં તેમણે મુખ્ય સાક્ષી ગીરીશ પર દબાવવાની કોશિશ કરી ગૌરી લંકેશ મામલે તપાસ કરી રહેલ એસઆઈટીએ ફેબ્રુઆરીમાં નવીનકુમારની ધરપકડ કરી હતી તે બે મહિનાથી વધુ સમયથી પોલીસ કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે, નવીનકુમારે મદૂરમાં હિન્દુ યુવા સેનાની સ્થાપના કરી હતી. એના સંગઠનનો પ્રથમ સભ્ય એનો પિતરાઈ ભાઈ ગીરીશ હતો. જે હવે ગૌરી લંકેશ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી બન્યો છે. એસઆઈટી સૂત્રો અનુસાર, ગીરીશે મેજિસ્ટ્રેટ સામે દાખલ કરેલ નિવેદનમાં ગૌરી લંકેશ હત્યાના કાવતરા વિશે જાણતો હોવાનું કબૂલ્યું હતું. નવીનકુમાર દ્વારા ઘડાયેલા કાવતરા વિશે જાણનાર ચાર લોકો સાક્ષી બની ગયા છે. જેમાં ગીરીશ અને અન્ય બે હિન્દુ યુુવા સેનાના સભ્ય હતા. નવીનકુમારની જામીન અરજી સામે વાંધો ઉઠાવતા પ્રોસિક્યુટરે કહ્યું કે, તે મુખ્ય સાક્ષી ગીરીશને ધમકાવીને તેના પણ દબાણ કરી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks