(એજન્સી) બેંગ્લુરૂ, તા.૬
કર્ણાટકા પોલીસની ‘સીટ’ ગૌરી લંકેશની હત્યાની તપાસ કરી રહી છે એમણે આજે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ધરપકડ કરાયેલ એક વ્યક્તિને ૧૪માં આરોપી તરીકે જાહેર કર્યું હતું. ‘સીટે’ ૩૯ વર્ષીય સુધાનવા ગોંધાલેકર, જે સતારાનો નિવાસી છે અને કટ્ટરપંથી હિન્દુત્ત્વ જૂથો સાથે જોડાયેલ છે એની ધરપકડ કરી ૧૪મો આરોપી જાહેર કર્યો છે. એસઆઈટીએ મંગળવારે સેશન્સ જજ પાસેથી વોરંટ મેળવી લઈ ગોંધાલકરની કસ્ટડીની માગણી કરી હતી. નોંધનીય છે કે ગોંધાલેકરની ધરપકડ મહારાષ્ટ્ર એટીએસએ હથિયારોના કેસમાં ૧૦મી ઓગસ્ટે કરી હતી. હાલ આરોપી ન્યાયિક કસ્ટડી હેઠળ છે. ગોંધાલેકર હિન્દુ સંગઠનો શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન અને હિન્દુ જનજાગૃતિ સમિતિ સાથે જોડાયેલ છે. જેમની શંકાસ્પદ સંડોવણી ગૌરી લંકેશની હત્યામાં માનવામાં આવે છે. ગૌરી લંકેશની બહારના સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ હત્યાના ચાર કલાક પહેલાં ત્યાં દેખાયો હતો. જે ગોંધાલેકરથી મળતો આવતો હતો.